ખુશ ખબર….EPFOનો મોટો નિર્ણય, સરકારે PF પર વ્યાજદર વધાર્યા, જાણો કેટલો થશે ફાયદો
EPFO : આ વધારાથી EPF સભ્યોને પણ ઘણી રાહત મળશે. ગયા વર્ષે, સીબીટીએ ઇપીએફના દરોને 40 વર્ષના નીચલા સ્તરે લાવ્યા હતા.
EPFOના સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટે PF પર વ્યાજ વધાર્યું છે. સરકારે EPF વ્યાજ દર 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કર્યો છે. આ વધારાથી EPF સભ્યોને પણ ઘણી રાહત મળશે. ગયા વર્ષે, સીબીટીએ ઇપીએફના દરોને 40 વર્ષના નીચલા સ્તરે લાવ્યા હતા. EPFO CBTની બેઠક બે દિવસથી ચાલી રહી હતી. જેમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સરકાર વ્યાજદરમાં નજીવો વધારો કરશે અથવા તો તેને સ્થિર રાખશે.
આ પણ વાંચો : Gold Price Today : સોનાના ચળકાટમાં વધારો થયો, અમદાવાદમાં 10 ગ્રામ સોનું 60750 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે
EPFO દરોનો ઈતિહાસ કંઈક આવો રહ્યો છે
- ઐતિહાસિક ડેટા પર નજર કરીએ તો, એક સમય એવો હતો જ્યારે 90ના દાયકાના અંતમાં EPFના દર 10 ટકાથી ઉપર હતા.
- 1985-86 થી દરો વધીને 10 ટકાથી વધુ થઈ ગયા અને નાણાકીય વર્ષ 2000-01ના અંત સુધીમાં વધીને 12 ટકા થઈ ગયા.
નાણાકીય વર્ષ 2001-02 થી, EPF દર 10 ટકાથી ઓછા છે.
- નાણાકીય વર્ષ 2001-02 થી 2004-05 સુધી, EPF દર 9.50 ટકા રાખવામાં આવ્યો હતો, પરંતુ નાણાકીય વર્ષ 2005-06 થી 2009-10 વચ્ચે તે ઘટાડીને 8.50 ટકા કરવામાં આવ્યો હતો.
- નાણાકીય વર્ષ 2010-11માં EPF દરમાં 9.50%નો અસ્થાયી વધારો જોવા મળ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં 2011-12માં ઘટાડીને 8.25% કરવામાં આવ્યો હતો.
- છેલ્લા દાયકામાં EPF રેટ 8.10% થી 8.80% ની રેન્જમાં છે.
- 2011-12 થી નાણાકીય વર્ષ 2022 સુધી, નાણાકીય વર્ષ 2015-16માં સૌથી વધુ EPF દર 8.80 ટકા હતો અને નાણાકીય વર્ષ 2022માં સૌથી ઓછો 8.10 ટકા હતો.
- નાણાકીય વર્ષ 2022 પહેલા, EPF દર સતત બે નાણાકીય વર્ષ 2020-21 અને 2019-20 માટે 8.50% હતા.
આ પણ વાંચો : Share Market Today : સતત બીજા દિવસે શેરબજારમાં લીલા નિશાનમાં કારોબાર, Nifty 17 હજારને પાર પહોંચ્યો
EPFO વ્યાજ દર 17 વર્ષમાં
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…