આ 4 સરકારી બેંકના મર્જરને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
મીડિયા રિપોર્ટસ અનુસાર, યુનિયન બેંક અને યુકો બેંકનું મર્જર થઈ રહ્યું છે. આ સાથે જ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રના મર્જરના પણ સમાચાર છે. આ ચાર બેંકના મર્જરને લઈને સરકારે કોઈ ઓફિશિયલ જાણકારી આપી નથી. આ ઉપરાંત એક્સચેન્જમાં પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.

ચાર સરકારી બેંકના મર્જરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ચાર બેંક છે યુનિયન બેંક, યુકો બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્ર. મીડિયા રિપોર્ટસ અનુસાર, યુનિયન બેંક અને યુકો બેંકનું મર્જર થઈ રહ્યું છે. આ સાથે જ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રના મર્જરના પણ સમાચાર છે. આ ચાર બેંકના મર્જરને લઈને સરકારે કોઈ ઓફિશિયલ જાણકારી આપી નથી. આ ઉપરાંત એક્સચેન્જમાં પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ સમાચાર વાયરલ થયા બાદ નાણા મંત્રાલયે કહ્યું કે, આ કાયદા પર સંસદીય સમિતિ છે અને આ સમિતિનો નીતિઓ સાથે કોઈ સંબંધ નથી. બેંક મર્જરના સમાચાર સરકારી પીડીએફ સામે આવ્યા બાદ શરૂ થયા હતા. PDF ભારત સરકારના અન્ડર સેક્રેટરી રમેશ યાદવના નામે જાહેર કરવામાં આવી છે.
અત્યારે કોઈ બેંકનું મર્જર થવાનું નથી
જે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, એલઆઈસીના ચેરમેન, આઈઆરડીએઆઈના ચેરમેન, નાબાર્ડના ચેરમેન, યુકો બેંકના એમડી અને સીઈઓ, બેંક ઓફ મહારાષ્ટ્રના એમડી અને CEO, બેંક ઓફ ઈન્ડિયાના MD અને CEO અને યુનિયન બેંકના MD અને CEO સહિત ઘણા સિનિયર અધિકારીઓના નામે જાહેર કરવામાં આવ્યું છે.
સીએનબીસી આવાઝ અનુસાર, આ ડોક્યુમેન્ટ સાચો છે પરંતુ એ પણ સાચું છે કે યુનિયન બેંક અને યુકો બેંક સિવાય નાણા મંત્રાલયે બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રના વિલીનીકરણ અંગે કોઈ પ્રસ્તાવ પર વિચાર કર્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે કોઈ બેંકનું મર્જર થવાનું નથી.
બેંક ઓફ મહારાષ્ટ્ર અને બેંક ઓફ ઈન્ડિયાનું મર્જર
આ પીડીએફમાં લખવામાં આવ્યું છે કે, શનિવાર, 06 જાન્યુઆરી, 2024 ના રોજ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રના પ્રતિનિધિઓ વચ્ચે પૂર્વ-મર્જર બિન-ઔપચારિક વાટાઘાટો માટે શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું છે. તેમાં જાણકારી આપવામાં આવી છે કે મર્જર પહેલા બંને બેંકો વચ્ચેની વાતચીત બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ થશે.
આ પણ વાંચો : કંપનીના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં મળી રહ્યુ છે 82 ટકા પ્રીમિયમ, જો તમે IPO ભરો છો તો સોમવારે છેલ્લો દિવસ
શેરના ભાવમાં આવ્યો ઉછાળો
શુક્રવારે બંધ થતા પહેલા શેરબજારમાં યુકો બેંકના શેરમાં ઉછાળો આવ્યો હતો. આ વધારો 1.12 ટકા હતો. આ વધારા સાથે યુકો બેંકના શેર 40.70 રૂપિયા પર બંધ થયો હતો. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના શેરના ભાવ શુક્રવારે 3.92 ટકાના વધારા સાથે 128.50 રૂપિયા પર બંધ થયા હતા. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના શેરમાં 4.85 ટકાનો વધારો થયો હતો.
