દેશને આત્મનિર્ભર બનાવવા ભારત સરકાર આયાત ઘટાડવા અને વિદેશી રોકાણ ઉપર નિર્ભરતા ઘટાડવા તરફ, ઘરેલૂ પ્રોડક્શન વધારવા માટે સરકાર લાવી રહી છે નવી પોલિસી
દેશને આત્મનિર્ભર બનાવવા ભારત સરકાર આયાત ઘટાડવા અને વિદેશી નિવેશ ઉપર નિર્ભરતા ઘટાડવા મહત્તમ પ્રયાસ કરી રહી છે. એક પછી એક અનેક ક્ષેત્રોમાં ઈમ્પોર્ટ ઉપર નિયંત્રણો લડ્યા બાદ હવે સરકાર ઉર્જા ક્ષેત્રે પણ મોટા પગલા લેવા જઈ રહી છે. ઘરેલૂ પ્રોડક્શન વધારવા માટે સરકાર નવી પૉલિસી લાવી રહી છે. Coal Bed Methane, Shale અને બીજા […]



ઘરેલુ પ્રોડક્શન વધારવા ભાર અપાશે સૂત્રોઅનુસાર Coal Bed Methane -CBM , Shale અને બીજા સોર્સથી પ્રોડક્શન પર ઈંસેંટિવ અપાઈ શકે છે. ઘરેલૂ પ્રોડક્શન વધારવા માટે નવી પૉલિસીની હેઠળ પ્રોડક્શન પર રૉયલ્ટી 12.5 ટકાથી ઘટાડીને 9 ટકા કરવા વિચારણા કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. કંપનીઓએ સેસ સંપૂર્ણ સમાપ્ત કરવાની માંગ કરી છે. કોલ અને તેલ-ગેસ કંપનીઓની સાથે DGH ના આ મુદ્દા પર બેઠક પણ કરી છે. તેના પર આવતા મહીના સુધી ડ્રાફ્ટ કેબિનેટ નોટ રજુ થઈ શકે છે.

વિદેશી પાર્ટનરની રૉયલ્ટી પર શિકંજાની તૈયારી સરકારની વિદેશી પાર્ટનરના રૉયલ્ટી પર શિંકજાની તૈયારી છે. ટેક્નોલૉજી ટ્રાંસફર અને બ્રાંડ રૉયલ્ટી ધ્યાનમાં લેવાશે. સૂત્રોના મુજબ વિદેશી ભાગીદારની રોયલ્ટી ચુકવણી માટેની મહત્તમ મર્યાદા નક્કી કરાઈ શકે છે. પ્રારંભિક 4 વર્ષમાં 4% સુધીની છૂટ અપાઈ તેમ લાગી રહ્યું છે. ટ્રેડમાર્ક્સ અને બ્રાન્ડ નામો પર 1% રોયલ્ટી છૂટ સામે R&D ખર્ચ પર રોયલ્ટી ચુકવણીની મર્યાદા વધે તેમ છે. નિયત મર્યાદાથી વધુ ચુકવણી માટે સરકારની મંજૂરીની જરૂર રહેશે. નાણાં મંત્રાલયે SEBI અને RBI સાથે આ અંગે ચર્ચા કરી છે. આ પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટને મોકલવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
