Bank Holidays in August 2022 : ઓગસ્ટના બીજા પખવાડિયામાં બેંકમાં જતા પહેલા આ યાદી ઉપર કરજો એક નજર

જો આજથી એટલે કે 15 ઓગસ્ટથી જોવામાં આવે તો બેંકની મહિનાના બીજા પખવાડિયાની રજાઓ શરૂ થઈ ગઈ છે. આજે સપ્તાહનો પહેલો દિવસ સોમવાર પણ  છે. 14 ઓગસ્ટે રવિવાર હોવાથી બેંક બંધ રહી હતી.

Bank Holidays in August 2022 : ઓગસ્ટના બીજા પખવાડિયામાં બેંકમાં જતા પહેલા આ યાદી ઉપર કરજો એક નજર
Bank (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 9:50 AM

દેશમાં તહેવારોની સિઝન સાથે જ રજાઓ પણ શરૂ થઈ ગઈ છે. જો તમારી પાસે આ અઠવાડિયે બેંકો સંબંધિત કોઈ કામ છે તો તમારે તેને ઓનલાઈન પતાવવું પડશે. જો તમારે કોઈ કામ માટે બેંકની શાખામાં જવાની જરૂર છે તો પહેલા રજાઓની સંપૂર્ણ યાદી તપાસીને જ કામનું પ્લાનિંગ કરવું પડશે. ઓગસ્ટનું એક પખવાડિયું પસાર થઇ ગયું છે પણ ઓગસ્ટના બાકીના દિવસોમા હજુ  બેંકો ઘણા દિવસ બંધ(Bank Holidays in August 2022)  રહેશે. આ રજાઓમાં સાપ્તાહિક રજાઓ અને તહેવારોની રજાઓનો સમાવેશ થાય છે. સપ્તાહનો પ્રારંભ રાષ્ટ્રીય પર્વ સાથે થઇ રહ્યો છે જેની દેશ ભવ્ય ઉજવણી કરી રહ્યો છે.

જો આજથી એટલે કે 15 ઓગસ્ટથી જોવામાં આવે તો બેંકની મહિનાના બીજા પખવાડિયાની રજાઓ શરૂ થઈ ગઈ છે. આજે સપ્તાહનો પહેલો દિવસ સોમવાર પણ  છે. 14 ઓગસ્ટે રવિવાર હોવાથી બેંક બંધ રહી હતી. આજે 15 ઓગસ્ટ એ રાષ્ટ્રીય પર્વની રજા છે. તેવી જ રીતે હજુ કુલ આ તહેવારોમાં ઘણા દિવસ બેંક બંધ રહેશે. રિઝર્વ બેંક દરેક નાણાકીય વર્ષમાં બેંકો માટે રજાઓની યાદી નક્કી કરે છે. તે દરેક રાજ્ય માટે અલગ હોઈ શકે છે. આરબીઆઈ બેંકો માટે ત્રણ કેટેગરીમાં રજાઓ શેડ્યૂલ કરે છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની રજાઓ, રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ રજાઓ અને બેંક ખાતાની રજાઓ શામેલ છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયામાં આ દિવસે બેંકો બંધ રહેશે

  • 15 ઓગસ્ટ : સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરની બેંકોની શાખાઓ બંધ રહેશે.
  • 16 ઓગસ્ટ : પારસી નવા વર્ષની ઉજવણી નિમિત્તે બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકો 16 ઓગસ્ટે બંધ રહેશે.
  • 18 ઓગસ્ટ : જન્માષ્ટમીના અવસર પર ભુવનેશ્વર, દેહરાદૂન, કાનપુર અને લખનૌમાં બેંકની શાખાઓ બંધ રહેશે.
  • 19 ઓગસ્ટ : અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, ગંગટોક, જયપુર, જમ્મુ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ અને શિમલામાં બેંકની શાખાઓ જન્માષ્ટમીના કારણે બેંક બંધ રહેશે.
  • 20 ઓગસ્ટ : હૈદરાબાદમાં શ્રી કૃષ્ણ અષ્ટમીના અવસર પર 20 ઓગસ્ટે બેંકો બંધ રહેશે.
  • 21 ઓગસ્ટ : રવિવાર
  • 27 ઓગસ્ટ : ચોથો શનિવાર
  • 28 ઓગસ્ટ 2022-રવિવાર
  • 31 ઓગસ્ટ 2022 – ગણેશ ચતુર્થી (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં બેંકો બંધ રહેશે)

રજાની યાદી તપાસી કામનું પ્લાનિંગ કરવું જોઈએ

RBIની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલ Bank Holidays List 2022 મુજબબીજા અને ચોથા શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે. એકંદરે બેંકો આખા ઓગસ્ટ  મહિનામાં  17 દિવસ કામ કરશે નહીં. તમને જણાવી દઈએ કે ગ્રાહકો આ સમય દરમિયાન ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">