Bank Holidays :હોળી પહેલા બેંકમાં જવાનું પ્લાન કરતા પહેલા તપાસી લો આ લિસ્ટ નહીંતર ધક્કો ખાવો પડશે
Bank Holidays List: આવતા અઠવાડિયે બેંક સતત 4 દિવસ કામ કરશે નહીં. જોકે રાહત એ છે કે રજાઓ ક્ષેત્ર અનુસાર અલગ - અલગ હોઈ શકે છે. હોળીના કારણે બેંકોમાં રજા રહેશે.
Bank Holidays: માર્ચ મહિનામાં મહત્વના તહેવાર આવે છે, તેથી જો તમે બેંકમાં જવાનું વિચારતા હોય તો તમારે તે પહેલાં (Bank Holidays in March)રજાઓની યાદી તપાસવી પડશે. આવતા અઠવાડિયે બેંક સતત 4 દિવસ કામ કરશે નહીં. જોકે રાહત એ છે કે રજાઓ ક્ષેત્ર અનુસાર અલગ – અલગ હોઈ શકે છે. હોળીના કારણે બેંકોમાં રજા રહેશે. આવો તમને જણાવીએ કે કયા દિવસે કયા શહેરની બેંકો બંધ રહેશે. રાહતની બાબત એ છે કે ગ્રાહકો રજાના સમય દરમિયાન ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
RBIએ રજાઓની યાદી જાહેર કરી
બેંકિંગ રજાઓની યાદી ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. આરબીઆઈ વર્ષની શરૂઆતમાં બેંકિંગ રજાઓની યાદી જાહેર કરી છે. આમાં રાજ્ય અનુસાર રજાઓનો સમાવેશ થાય છે.
માર્ચમાં કુલ 13 દિવસની રજાઓ હતી
તમને જણાવી દઈએ કે બેંકમાં માર્ચ મહિનામાં 4 રવિવાર સહિત કુલ 13 દિવસની રજા હતી. ઉપરાંત આ રજાઓની યાદી રાજ્ય અનુસાર રહે છે.
જાણો કયા દિવસે કયા શહેરમાં કઈ બેંક બંધ રહેશે
- 17 માર્ચ – (હોલિકા દહન) – દેહરાદૂન, કાનપુર, લખનૌ અને રાંચીમાં બેંકો કામ કરશે નહીં.
- 18 માર્ચ – (હોળી / ધૂળેટી / ડોલ જાત્રા) – ગુજરાત , બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમ સિવાય તમામ સ્થળોએ બેંકો બંધ રહેશે.
- 19 માર્ચ – (હોળી / યાઓસાંગનો બીજો દિવસ) – ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં બેંકો બંધ રહેશે.
- 20 માર્ચ – રવિવાર (સાપ્તાહિક રજા) ના કારણે તમામ શહેરોમાં બેંકો બંધ રહેશે.
રજાની યાદી તપાસી કામનું પ્લાનિંગ કરવું જોઈએ
RBIની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલ Bank Holidays List 2022 મુજબબીજા અને ચોથા શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે. એકંદરે બેંકો આવતા મહિને 13 દિવસ કામ કરશે નહીં. તમને જણાવી દઈએ કે ગ્રાહકો આ સમય દરમિયાન ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રજાઓ હોય છે. માર્ચ મહિનામાં આવતી કેટલીક રજાઓ અથવા તહેવારો ચોક્કસ રાજ્ય કે પ્રદેશ સાથે સંબંધિત હોય છે. તેથી દરેક રાજ્યમાં બેંક રજાઓ અલગ અલગ હોઈ શકે છે. રજાઓની યાદી જોતા જ તમારે બેંક જવાનો પ્લાન બનાવવો જોઈએ.