Bank Holiday : આવતીકાલથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં
ઉલ્લેખનીય છે કે RBI એ ઓગસ્ટ 2021 મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડી હતી. આ મહિનામાં કુલ 15 રજાઓ હતી. આમાંની સમયમાં સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેવાની છે. આ ત્રણ દિવસ દરમ્યાન જો તમે બેન્ક સંબંધિત કામ પેન્ડિંગ રાખ્યું છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
જો તમારી પાસે બેંક સંબંધિત મહત્વનું કામ છે, તો આજે જ તેના વ્યવહાર પૂર્ણ કરો કારણ કે આવતીકાલથી બેંક(Bank Holiday) સતત 3 દિવસ સુધી બંધ રહેશે. 28 થી 31 ઓગસ્ટ સુધી બેંકોમાં કામ નહીં થાય. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અનુસાર બેન્કો આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન બેંકિંગ સેવાઓ અને એટીએમ સેવાઓ કાર્યરત રહેશે.
ઉલ્લેખનીય છે કે RBI એ ઓગસ્ટ 2021 મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડી હતી. આ મહિનામાં કુલ 15 રજાઓ હતી. આમાંની સમયમાં સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેવાની છે. આ ત્રણ દિવસ દરમ્યાન જો તમે બેન્ક સંબંધિત કામ પેન્ડિંગ રાખ્યું છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
ચોથો શનિવાર અને રવિવારે બેન્ક બંધ રહે છે RBI એ સ્થાનિક તહેવારોને કારણે જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ ઝોન માટે બેંક રજાઓની યાદી બહાર પાડે છે. RBI એ આ અઠવાડિયે બેંકોમાં 4 દિવસની રજા નક્કી કરી છે. જોકે, આ રજા દરેક રાજ્યની બેંકો માટે નથી. ગુજરાતમાં ૩ દિવસ રજા રહેશે . 28 ઓગસ્ટ આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંક રજા રહેશે અને 29 ઓગસ્ટ રવિવાર છે જેના કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
30 ઓગસ્ટે ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે જન્માષ્ટમી / કૃષ્ણ જયંતી 30 ઓગસ્ટ, 2021 ના રોજ છે. આ દિવસે ઘણા શહેરોની બેન્કો બંધ રહેશે. આ દિવસે ગુજરાત સહીત ચંદીગ, ચેન્નાઈ, દેહરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગંગટોકની બેંકોમાં કોઈ કામ થઇ શકશે નહીં. બીજી તરફ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રજાઓ હૈદરાબાદમાં 31 ઓગસ્ટ 2021 ના રોજ રહેશે જેના કારણે બેંકોમાં કોઈ કામ થશે નહીં.
Bank Holiday List 1.) 28 August 2021 – Fourth Saturday 2.) 29 August 2021 – Sunday 3.) 30 August 2021 – Janmashtami / Krishna Jayanti (Ahmedabad, Chandigarh, Chennai, Dehradun, Jaipur, Jammu, Kanpur, Lucknow, Patna, Raipur, Ranchi, Shillong, Shimla, Srinagar and Gangtok) 4.) 31st August 2021 – Shri Krishna Janmashtami (Hyderabad) -Not in ગુજરાત
આ પણ વાંચો : PF ખાતા સંબંધિત અગત્યના સમાચાર , EPFO નિયમોમાં કરી રહ્યું છે જરૂરી ફેરફાર , તમે ખાતાની વિગતો અપડેટ કરી કે નહિ ?
આ પણ વાંચો : Petrol Diesel Price Today: આજે પેટ્રોલ – ડીઝલ સસ્તાં થયા કે મોંઘા ? જાણો અહેવાલમાં