Ban on Flash Sale: ભ્રામક ઓફરોવાળી ફ્લેશ સેલ પર પ્રતિબંધ લાગશે, જાણો સરકારની શું છે તૈયારી

Ban on Flash Sale: સરકારે ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર ભાર છૂટના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી ઉપર લગામ લગાવવા મહત્વનું પગલું ભર્યું છે. આ કંપનીઓના DPIIT માં રજીસ્ટ્રેશનનો પ્રસ્તાવ રાખતા ઉપભોક્તા સંરક્ષણ (ઈ - કોમર્સ) નિયમ 2020 માં ફેરફાર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે.

Ban on Flash Sale: ભ્રામક ઓફરોવાળી ફ્લેશ સેલ પર પ્રતિબંધ લાગશે, જાણો સરકારની શું છે તૈયારી
Online Shopping
Follow Us:
| Updated on: Jun 22, 2021 | 7:45 AM

Ban on Flash Sale: સરકારે ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર ભારે છૂટના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી ઉપર લગામ લગાવવા મહત્વનું પગલું ભર્યું છે. આ કંપનીઓના DPIIT માં રજીસ્ટ્રેશનનો પ્રસ્તાવ રાખતા ઉપભોક્તા સંરક્ષણ (ઈ – કોમર્સ) નિયમ 2020 માં ફેરફાર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઉપરાંત ઇન્ટરનેટ સર્ચ રિઝલ્ટમાં હેરાફેરી કરી યુઝર્સને ગુમરાહ કરવા પર પ્રતિબંધ સાથે ફરિયાદ અધિકારીની નિયુક્તિ સહિતના સંશોધનો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

સૂચિત સુધારામાં ઈ કોમર્સ કંપનીઓને કોઈ પણ કાયદા હેઠળ ગુનાઓની રોકથામ, તપાસ અને કાર્યવાહી માટે સરકારી એજન્સી પાસેથી આદેશ મળ્યાના 72 કલાકની અંદર માહિતી પૂરી પાડવાની જરૂર રહેશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન રૂલ્સ, 2020 ને ગયા વર્ષે જુલાઇમાં પ્રથમ સૂચિત કરાયું હતું. આના ઉલ્લંઘન મામલે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ દંડનીય કાર્યવાહી થઈ શકે છે.

તમે પણ તમારા સૂચન મોકલી શકો છો Department for Promotion of Industry and Internal Trade – DPIIT માં ઇ-કોમર્સ કંપનીઓની નોંધણી ફરજીયાત કરવાની પણ સરકાર વિચારણા કરી રહી છે. “ગ્રાહક બાબતોના મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ,” 6 જુલાઈ સુધીમાં સૂચિત સુધારા અંગેના મત / ટિપ્પણીઓ / સૂચનો  js-ca@nic.in ને ઇમેઇલ દ્વારા મોકલી શકાશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Flash Sale પર પ્રતિબંધ લાગી શકે છે એક નિવેદનમાં સરકારે કહ્યું કે તેને ઈ-કોમર્સમાં વ્યાપક છેતરપિંડી અને અયોગ્ય વેપાર વ્યવહાર સામે ગુસ્સે થયેલા ગ્રાહકો, વેપારીઓ અને સંગઠનો તરફથી ફરિયાદોની અનેક રજૂઆતો મળી છે. જોકે મંત્રાલયે કહ્યું હતું કે પરંપરાગત રીતે કરવામાં આવતા ઇ-કોમર્સ ડિસ્કાઉન્ટ વેચાણ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. ગ્રાહકોને કેપ્ચર કરવા માટે કરતાફ્લેશ સેલ કિંમતોમાં વધારો કરે છે અને તમામ માટે સમાન તક પ્લેટફોર્મને ઉપલબ્ધ કરવાથી રોકે છે. આવા વેચાણની મંજૂરી રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઈ-કોમર્સ કંપનીઓ કંપની એક્ટ, ભારતીય ભાગીદારી અધિનિયમ અથવા મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ હેઠળ રજીસ્ટર થયેલ છે પરંતુ અલગથી ડીપીઆઇઆઇટી માં રજીસ્ટર નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર સૂચિત સુધારા ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં પારદર્શિતા લાવવા અને નિયમનકારી શાસનને વધુ મજબૂત કરવાનો તેમનો હેતુ છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">