AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj Auto: ચોથા ક્વાર્ટરમાં નફો 10 ટકા વધ્યો, આવકમાં 7 ટકાનો ઘટાડો

કંપનીએ તેના રોકાણકારોને શેર દીઠ 140 રૂપિયાના ડિવિડન્ડની (dividend) જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, માર્ચ ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન નફો 10.3 ટકા વધીને 1,469 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 1,332 કરોડ રૂપિયા હતો.

Bajaj Auto: ચોથા ક્વાર્ટરમાં નફો 10 ટકા વધ્યો, આવકમાં 7 ટકાનો ઘટાડો
Profit up 10 percent in fourth quarter Image Credit source: Youtube, Dino's Vault
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 8:49 PM
Share

ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ (Bajaj Auto) આજે ​​તેના ત્રિમાસિક પરિણામો (q4 results) જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર ક્વાર્ટર દરમિયાન સ્ટેન્ડઅલોન નફામાં 10 ટકાનો વધારો થયો છે અને આ વધારા સાથે તે 1,469 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. કંપનીની આવકમાં ઘટાડો થયો હોવા છતાં કમાણીમાં ઘટાડો થયો હોવા છતાં કંપનીને 315 કરોડ રૂપિયાની વિશેષ આવકને કારણે નફામાં વધારો થયો છે. તે જ સમયે સમગ્ર નાણાકીય વર્ષમાં નફો 10.2 ટકા વધીને 5 હજાર કરોડ રૂપિયાથી વધુ થયો છે. પરિણામોની સાથે કંપનીએ તેના રોકાણકારોને શેર દીઠ 140 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

શું રહ્યા પરીણામો

કંપનીના જણાવ્યા અનુસાર માર્ચ ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન નફો 10.3 ટકાના વધારા સાથે 1,469 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 1,332 કરોડ રૂપિયા હતો. આની પહેલાના ક્વાર્ટરની તુલનામાં નફામાં 21 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 1,214 કરોડ રૂપિયા હતી. 315.28 કરોડ રૂપિયાની ચોક્કસ આવકથી નફામાં વધારો નોંધાયો છે. કંપનીને મહારાષ્ટ્ર સરકાર તરફથી પ્રોત્સાહન તરીકે આ રકમ મળી છે. તે જ સમયે ક્વાર્ટર દરમિયાન કંપનીની આવક પાછલા વર્ષની સરખામણીમાં 7.2 ટકા ઘટીને 7,975 કરોડ રૂપિયા થઈ હતી.

ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક 8,596 કરોડ રૂપિયા હતી. તે જ સમયે ડિસેમ્બર ક્વાર્ટરની તુલનામાં કમાણીમાં 11 ટકાથી વધુનો ઘટાડો થયો છે. સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે, કંપનીનો નફો 10.2 ટકા વધીને 5,019 કરોડ રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. તે જ સમયે વર્ષની આવક પાછલા વર્ષની સરખામણીમાં 19.5 ટકાના ઉછાળા સાથે 33,145 કરોડ રૂપિયાના સ્તરે છે.

140 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત

કંપનીએ તેના રોકાણકારોને શેર દીઠ 140 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ક્વાર્ટર દરમિયાન કંપનીનું વોલ્યુમ ઘટીને 976,651 યુનિટના સ્તરે આવી ગયું છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં વોલ્યુમ 11,69,664 યુનિટના સ્તરે હતું. તે જ સમયે કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 11,81,361 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીના સીએફઓ દિનેશ થાપરે જણાવ્યું હતું કે કંપની હાલમાં સપ્લાય ચેઈન સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેના કારણે વેચાણ પર નકારાત્મક અસર પડી છે. ખાસ કરીને ચોથા ક્વાર્ટરમાં તેની અસર વધુ જોવા મળી છે.

આ પણ વાંચો :  પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની PM મોદીની વિનંતી પર વિપક્ષનો પ્રહાર, કહ્યું- મોંઘા પેટ્રોલ માટે કેન્દ્ર જવાબદાર

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">