બજાજ ઓટોએ લોન્ચ કર્યું ધમાકેદાર નવું પલ્સર બાઈક, જાણો શું છે કિંમત અને ખાસિયત

બજાજ ઓટોએ લોન્ચ કર્યું ધમાકેદાર નવું પલ્સર બાઈક, જાણો શું છે કિંમત અને ખાસિયત
Bajaj Pulsar NS 125

બજાજ ઓટોએ(Bajaj Auto) ભારતમાં તેની ધમાકેદાર નવી બાઇક પલ્સર એનએસ 125 Pulsar NS 125) લોન્ચ કરી છે. ચાલો જણાવીએ તેના વિશે.

Gautam Prajapati

|

Apr 21, 2021 | 10:15 AM

બજાજ ઓટોએ(Bajaj Auto) ભારતમાં તેની નવી બાઇક પલ્સર એનએસ 125 Pulsar NS 125) લોન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે આ બાઈક રાઇડર્સને ધ્યાનમાં રાખીને, પહેલા કરતા વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યું છે. જો કે આ બાઇક કંપનીની એન્ટ્રી લેવલ સ્પોર્ટસ બાઇક પલ્સર 125 કરતા વધુ મોંઘી છે.

કેટલી છે કિમત

દિલ્હીના એક્સ શો રૂમમાં તેની કિંમત 93,690 રૂપિયા છે. જોવામાં આવે તો આ ભાવ જૂના પલ્સર બાઈક કરતાં લગભગ 20000 રૂપિયા વધારે છે. જો કે, તે સારું છે કે આવા યુવાનો માટે તેને વધુ સારો વિકલ્પ ગણી શકાય એમ છે. જેઓ આનાથી 50 હજાર રૂપિયા વધુ ખર્ચીને ખર્ચાળ કેટીએમ 125 ડ્યુક (KTM NS 125) ખરીદી શકતા નથી. તેઓના માટે આ એક સારો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. બજાજ ઓટોના પ્રમુખ સારંગ કનાડેએ જણાવ્યું હતું કે યુવાનો દ્વારા પલ્સર 125 ને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે અમને આશા છે કે નવી પલ્સર એનએસ 125 એન્ટ્રી સ્પોર્ટ બાઇક સેગમેન્ટમાં બ્રાન્ડની સ્થિતિને મજબૂત બનાવશે.

લુક ડિઝાઇનમાં આ અલગ છે

પલ્સર એનએસ 125 (Pulsar NS 125) ની સાઇડ ટાંકી વધારી દેવામાં આવી છે અને સ્પોર્ટી બોડી ગ્રાફિક્સનો ઉપયોગ સ્પષ્ટ રીતે દેખાય છે. પાછળના ભાગમાં સિગ્નેચર ટ્વીન એલઇડી સ્ટ્રીપ ટેલલાઇટ આપવામાં આવી છે. જો કે લૂકમાં જોવા જઈએ તો ખાસ કંઈ અલગ દેખાતું નથી. બાઇકમાં ફ્રન્ટ સાઇડ જોવા જઈએ તો એ જ સિગ્નેચર વુલ્ફ આઇ ડિઝાઇન છે.

એલોય વ્હીલ્સની વિગત

એલોય વ્હીલ્સમાં કંઇક અલગ નથી. પલ્સર 125 ની જેમ તેમાં પણ 17 ઇંચના એલોય વ્હીલ્સ છે. સીબીએસ સાથે ફક્ત 240 mm ની ફ્રન્ટ ડિસ્ક અને 130 mm ની રીયર ડ્રમ બ્રેક્સ ઉપલબ્ધ છે.

ગ્રાઉન્ડ ક્લિયરન્સ

બાઇકની ગ્રાઉન્ડ ક્લિયરન્સ વિશે વાત કરવામાં આવે તો તે 179 મીમીનું કહેવામાં આવી રહ્યું છે. જે વધુ ફાયદાકારક હોવાનું મનાઈ રહ્યું છે.

આ રંગો વિકલ્પ કેટલા અને કયા કયા

નવી પલ્સર એનએસ 125 (Pulsar NS 125) બજારમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં બીચ બ્લુ, પીટવર ગ્રે, બર્ન્ટ રેડ, ફીરી ઓરેંજનો સમાવેશ થાય છે. નિર્માતાઓની આશા છે કે તેઓ આ નવા મોડલને પણ વધુ પસંદ કરશે.

આ પણ વાંચો: Ramnavmi2021: ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલી આ 10 રસપ્રદ વાતો, ખૂબ ઓછા લોકો જાણે છે

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati