IPO માર્કેટમાં રિટેલ ઇન્વેસ્ટર્સ મોટા ખેલાડી સાબિત થઇ રહ્યા છે, નવી કંપનીઓની લિસ્ટિંગમાં ઝડપી વધારો

શેરબજારમાં છૂટક રોકાણકારોની સંખ્યામાં ઉછાળાને પગલે જૂન ક્વાર્ટરમાં એનએસઈ(NSE)માં લિસ્ટેડ કંપનીઓમાં તેમનો કુલ હિસ્સો 7.18 ટકાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

IPO માર્કેટમાં રિટેલ ઇન્વેસ્ટર્સ મોટા ખેલાડી સાબિત થઇ રહ્યા છે, નવી કંપનીઓની લિસ્ટિંગમાં ઝડપી વધારો
IPO Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 9:28 AM

રિટેલ રોકાણકારો(Retail Investors) ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માં સૌથી વધુ રસ દાખવી રહ્યા છે. IPO માં રેકોર્ડ સબ્સ્ક્રિપ્શન માટે અરજીઓની વધતી સંખ્યાને કારણે દલાલ સ્ટ્રીટ પર નવી કંપનીઓની યાદી ઝડપથી વધી રહી છે. શેરબજારમાં લાખો રિટેલ રોકાણકારો મૂડી બજારમાં પ્રવેશ કરી રહ્યા છે અને IPO સાથે જોડાઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે રિટેલ સેક્ટરને આટલી બધી IPO અરજીઓ અગાઉ ક્યારેય મળી નથી. કેટલાક IPO ને તો 30 લાખથી વધુ અરજીઓ મળી છે અને માંગ સામે અરજીઓ 100 ગણી વધારે રહી છે.

શેરબજારમાં છૂટક રોકાણકારોની સંખ્યામાં ઉછાળાને પગલે જૂન ક્વાર્ટરમાં એનએસઈ(NSE)માં લિસ્ટેડ કંપનીઓમાં તેમનો કુલ હિસ્સો 7.18 ટકાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 40 નવી કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ છે. આ કંપનીઓએ લગભગ 68,000 કરોડ એકત્ર કર્યા છે. RBIના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો સ્થાનિક યુનિકોર્ન સાહસો આઈપીઓ સાથે મૂડી બજારમાં પ્રવેશ કરે તો વર્ષ 2021 આઈપીઓ વર્ષ (IPO Year) બની શકે છે. આ આઈપીઓ સાથે જ્યારે સ્થાનિક શેરબજારોમાં તેજી છે ત્યારે તેઓ વૈશ્વિક રોકાણકારોને પ્રેરિત કરવા માટે કામ કરી રહ્યા છે. યુનિકોર્ન એક અબજ ડોલરની માર્કેટ મૂડી સાથેના સ્ટાર્ટ-અપ્સ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રિટેલ રોકાણકારોની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. IPO માટે વધતી જતી અરજીઓ અને રેકોર્ડ સબ્સ્ક્રિપ્શન સાથે, દલાલ સ્ટ્રીટ પર નવી કંપનીઓની યાદી લાંબી બનાવી રહી છે. દરમિયાન શેરબજારમાં લાખો રિટેલ રોકાણકારો મૂડી બજારમાં પ્રવેશ કરી રહ્યા છે અને આઈપીઓમાં જોડાઈ રહ્યા છે.

નિષ્ણાતો માને છે કે રિટેલ સેક્ટરમાંથી આટલી બધી IPO અરજીઓ મળવાની બાબત ઐતિહાસિક છે . કેટલાક IPO ને 30 લાખથી વધુ અરજીઓ મળી છે અને માંગ સામે 100 ગણી વધારે છે ત્યારે બજારમાં ઉતરનાર કંપનીઓ મજબૂત સ્થિતિ સાથે લિસ્ટ થઇ રહી છે. ઘણી કંપનીઓએ રેકોર્ડ બનાવ્યા છે.

શેરબજારમાં છૂટક રોકાણકારોના ઉછાળાને પગલે જૂન ક્વાર્ટરમાં NSE માં લિસ્ટેડ કંપનીઓમાં તેમનો કુલ હિસ્સો ઐતિહાસિક વૃદ્ધિ સાથે ઉપલી સપાટીએ પહોંચ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 40 નવી કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ છે. આ કંપનીઓએ લગભગ 68,000 કરોડ એકત્ર કર્યા છે. હજુ ઘણી કંપનીઓ તેજીનો લાભ લેવા કતારમાં છે.

આ પણ વાંચો : Multibagger stock: આ સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 375% સુધી રિટર્ન આપી રોકાણકારોને કર્યા માલામાલ, શું છે તમારા પોર્ટફોલિયોમાં ?

આ પણ વાંચો :  7th pay commission: મહિલા કર્મચારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો મુદ્દો ગરમાયો , જાણો આ અંગે સરકારની શું છે પોલિસી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">