Atal Pension Yojana: અટલ પેન્શન યોજનામાં સબસ્ક્રાઇબર્સની સંખ્યા 5 કરોડને પાર પહોંચી, જાણો સરકારી યોજનાના ફાયદા

|

Apr 29, 2023 | 7:20 AM

મોદી સરકારની આ મહત્વકાંક્ષી યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થામાં પેન્શન મેળવવાનો છે. 18 થી 40 વર્ષની વયના લોકો અટલ પેન્શન યોજનામાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે. અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે.

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનામાં સબસ્ક્રાઇબર્સની સંખ્યા 5 કરોડને પાર પહોંચી, જાણો સરકારી યોજનાના ફાયદા

Follow us on

અટલ પેન્શન યોજના(Atal Pension Scheme)ના ગ્રાહકોનો રેકોર્ડ 5 કરોડને વટાવી ગયો છે. નાણાકીય વર્ષ 2022-23ના અંતે 31 માર્ચે અટલ પેન્શન યોજનામાં નોંધાયેલા લોકોની સંખ્યા વધીને 5.20 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે આ માહિતી આપી છે. નાણા મંત્રાલયના ડેટા જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ નાણાકીય વર્ષ 2022-23માં અટલ પેન્શન યોજનામાં કુલ 1.19 કરોડ નવા લોકો જોડાયા છે. જ્યારે 2021-22માં 99 લાખ સબ્સ્ક્રાઇબર્સ યોજના સાથે જોડાયેલા હતા. એટલે કે, એક વર્ષમાં નોંધણી કરનારા લોકોની સંખ્યામાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. 31 માર્ચ, 2023 સુધીમાં યોજના હેઠળ મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ રૂ. 27,200 કરોડ સુધી પહોંચી ગઈ છે. જ્યારે સ્કીમ શરૂ થઈ ત્યારથી આ યોજનાએ 8.69% વાર્ષિક વળતર આપ્યું છે.

એક માહિતી અનુસાર જાહેર ક્ષેત્રની બેંકોમાંથી 9 બેંકોએ દરેક શાખામાં 100 અટલ પેન્શન યોજના ખાતા ખોલવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. જ્યારે બેંક ઓફ ઈન્ડિયા, SBI અને ઈન્ડિયન બેંકે લક્ષ્યાંક કરતા વધુ ખાતા ખોલાવ્યા છે. મોદી સરકારની પેન્શન યોજના અટલ પેન્શન યોજનામાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

યોજનાના ફાયદા શું છે?

મોદી સરકારની આ મહત્વકાંક્ષી યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થામાં પેન્શન મેળવવાનો છે. 18 થી 40 વર્ષની વયના લોકો અટલ પેન્શન યોજનામાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે. અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. આ યોજનામાં 60 વર્ષની ઉંમર પછી 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીની ન્યૂનતમ પેન્શનની જોગવાઈ છે. જો પતિ-પત્ની બંનેને જોડવામાં આવે તો તેમને સ્કીમ હેઠળ 10,000 રૂપિયાનું પેન્શન મળી શકે છે. જો યોજનાના સબસ્ક્રાઇબરનું મૃત્યુ થાય છે, તો પતિ અથવા પત્નીને જીવનભર પેન્શન મળતું રહેશે. અને જો તે બંને મૃત્યુ પામે છે, તો પેન્શનની સંપૂર્ણ રકમ નોમિનીને આપવામાં આવશે.

રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
Sobhitaand wedding : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી
Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી
ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ
બોલિવુડ અભિનેત્રીએ કાશીમાં ઉજવ્યો જન્મદિવસ, જુઓ ફોટો

60 વર્ષની ઉંમરે પેંશન મળશે

2035થી અટલ પેન્શન યોજના ધારકોને પેન્શન મળવાનું શરૂ થશે. અટલ પેન્શન યોજનાના સબ્સ્ક્રાઇબરને 60 વર્ષની ઉંમર પર પેન્શન મેળવવાની જોગવાઈ છે. 1 ઓક્ટોબર, 2022 થી, નવા સબ્સ્ક્રાઇબર્સને જોડવા માટેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોઈપણ નાગરિક જે આવકવેરો ભરતો હોય અથવા આવકવેરો ચૂકવતો હોય તે અટલ પેન્શન યોજનામાં સબ્સ્ક્રાઇબ કરી શકતો નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article