AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનામાં લોકોની રૂચી વધી, સબ્સ્ક્રાઇબરની સંખ્યા 4.53 કરોડ થઈ, જાણો સ્કીમના ફાયદા

Atal Pension Yojana: મોદી સરકારે 2015માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. 18 થી 40 વર્ષની વય જૂથના તમામ નાગરિકો આ યોજનાનો ભાગ બની શકે છે. જો કે, 1 ઓક્ટોબર, 2022 પછી, ફક્ત તે લોકો જેઓ આવકવેરો ચૂકવતા નથી તેઓ APY માટે અરજી કરી શકે છે.

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનામાં લોકોની રૂચી વધી, સબ્સ્ક્રાઇબરની સંખ્યા 4.53 કરોડ થઈ, જાણો સ્કીમના ફાયદા
Atal pension
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 3:51 PM
Share

કેન્દ્ર સરકારની મુખ્ય સામાજિક સુરક્ષા યોજના અટલ પેન્શન યોજના (APY) ની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના 11 મહિનામાં અટલ પેન્શન યોજનાના ગ્રાહકોની સંખ્યામાં 28.46 ટકાનો ઉછાળો આવ્યો છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDAએ આ જાણકારી આપી છે.

ભારતની લોકપ્રિય પેન્શન યોજનાઓમાંની એક, PFRDA દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે અટલ પેન્શન યોજનામાં સબ્સ્ક્રાઇબર્સમાં વાર્ષિક ધોરણે 28.46 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. અટલ પેન્શન યોજનાના ખાતા માર્ચ 2022માં 3.52 કરોડથી 28.46 ટકા વધીને માર્ચ 2023માં 4.53 કરોડ થઈ ગયા છે.

શું છે અટલ પેન્શન યોજના

મોદી સરકારે 2015માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. 18 થી 40 વર્ષની વય જૂથના તમામ નાગરિકો આ યોજનાનો ભાગ બની શકે છે. જો કે, 1 ઓક્ટોબર, 2022 પછી ફક્ત તે લોકો જેઓ આવકવેરો ચૂકવતા નથી તેઓ APY માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ, સબસ્ક્રાઇબર 60 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેના યોગદાનના આધારે રૂ. 1,000 થી રૂ. 5,000 ની માસિક પેન્શનની ખાતરી આપે છે. સબસ્ક્રાઇબરના મૃત્યુ પર, આ પેન્શનની રકમ તેના વારસદારને આપવામાં આવે છે.

દર મહિને 5,000 રૂપિયા પેન્શન મળશે

ઓછા પૈસાનું રોકાણ કરીને પેન્શનની ખાતરી આપવા માટે અટલ પેન્શન યોજના એક સારો વિકલ્પ છે. અટલ પેન્શન યોજના હેઠળ, ખાતામાં દર મહિને નિશ્ચિત યોગદાન આપવા પર, નિવૃત્તિ પછી 1,000 થી 5,000 રૂપિયાનું પેન્શન મળશે. વર્તમાન નિયમો અનુસાર, જો 18 વર્ષની ઉંમરે, માસિક પેન્શન માટે સ્કીમમાં વધુમાં વધુ 5,000 રૂપિયા ઉમેરવામાં આવે છે, તો તમારે દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે.

જો તમે દર ત્રણ મહિને આ પૈસા આપો છો, તો તમારે 626 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે તેને 6 મહિનામાં આપો છો, તો તમારે 1,239 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે 18 વર્ષની ઉંમરે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માટે રોકાણ કરો છો, તો તમારે માસિક 42 રૂપિયા ચૂકવવા પડશે.

જો તમે નાની ઉંમરે જોડાશો તો તમને વધુ લાભ મળશે

ધારો કે જો તમે 5 હજાર પેન્શન માટે 35 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો તમારે 25 વર્ષ સુધી દર 6 મહિને 5,323 રૂપિયા જમા કરાવવા પડશે. આ કિસ્સામાં, તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા હશે, જેના પર તમને 5,000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. 18 વર્ષની ઉંમરે જોડાશો ત્યારે તમારું કુલ રોકાણ માત્ર 1.04 લાખ રૂપિયા હશે. આવકવેરાની કલમ 80CCD હેઠળ, તેને કર મુક્તિનો લાભ મળે છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">