શેરબજારમાં ઉતાર-ચઢાવના અંતે ક્યાં શેર દોડયા અને ક્યા શેર ફસડાયા

શેરબજારમાં ઉતાર-ચઢાવના અંતે ક્યાં શેર દોડયા અને ક્યા શેર ફસડાયા

આજે બેન્કિંગ, આઈટી, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં 0.03-1.46 ટકાની સાથે વેચવાલી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.18 ટકાના ઘટાડાની સાથે 30,691.05ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ અને ઑટો શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. પ્રારંભિક સ્તરમાં કડાકા બાદ શેરબજાર રિકવર થઈને નજીવા 9 અંકના વધારા સાથે બંધ […]

Ankit Modi

| Edited By: Kunjan Shukal

Dec 15, 2020 | 5:36 PM

આજે બેન્કિંગ, આઈટી, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં 0.03-1.46 ટકાની સાથે વેચવાલી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.18 ટકાના ઘટાડાની સાથે 30,691.05ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ અને ઑટો શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. પ્રારંભિક સ્તરમાં કડાકા બાદ શેરબજાર રિકવર થઈને નજીવા 9 અંકના વધારા સાથે બંધ થયું છે.

NIFTY50 ઇન્ડેક્સમાં આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા 

At the end of the stock market fluctuations, which stocks ran and which stocks fell

બજારમાં સતત અપર સર્કિટ બનાવી રહેલા જેટ એરવેઝનો શેર 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આજે તે લગભગ 5% વધીને શેર દીઠ 96.35 રૂપિયા પર બંધ થયો છે. ગઈકાલે લિસ્ટેડ થયેલા બર્ગર કિંગના શેર પણ શેર 20% સુધી વધીને દીઠ રૂ. 166.05 પર બંધ થયા છે. નિફ્ટી ઈન્ડેક્સના ફાયનાન્શીયલ શેર મજબૂતીમાં રહ્યા હતા. આજે બજાજ ફાઈનાન્સના શેર ઈન્ડેક્સમાં 5% ઉપર બંધ થયો છે. બજાજ ફિનસવરના શેરમાં 4% અને આઈશર મોટરના શેરમાં 3% વધારો થયો છે. બજારનું નકારાત્મક પાસું જોઈએ તો એફએમસીજી સેક્ટરના ઘટાડાને કારણે નેસ્લે ઇન્ડિયા અને એચયુએલના શેરમાં 2% કરતા વધુનો ઘટાડો થયો છે.

At the end of the stock market fluctuations, which stocks ran and which stocks fell

ભારતીય શેરબજારમાં આજના કારોબારની હાઈલાઈટસ

  • BSEમાં આજે 49% કંપનીઓના શેર વધ્યા છે.
  • BSEની માર્કેટ કેપ 183.59 લાખ કરોડ નોંધાઈ.
  • 3,142 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો.
  • 1,554 કંપનીઓના શેરમાં વધારો અને 1,418 કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
  • 276 કંપનીઓના શેર 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે અને 40 કંપનીઓના શેર એક વર્ષના નીચા સ્તરે દેખાયા.
  • 412 કંપનીઓએ અપર સર્કિટ અને 177 કંપનીઓ લોઅર સર્કિટ નોંધાવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati