8 મહિનામાં સેન્સેક્સ 10,000 પોઇન્ટ વધ્યો, આ સમયગાળા દરમિયાન 42 શેરો બન્યા મલ્ટીબેગર્સ

આ વર્ષે 21 જાન્યુઆરીમાં પ્રથમ વખત સેન્સેક્સ 50,000 ની સપાટીએ પહોચ્યો હતો. તે પછી સેન્સેક્સને 60,000 સુધી પહોંચવામાં આઠ મહિના લાગ્યા.

8 મહિનામાં સેન્સેક્સ 10,000 પોઇન્ટ વધ્યો, આ સમયગાળા દરમિયાન 42 શેરો બન્યા મલ્ટીબેગર્સ
Stock Market

24 સપ્ટેમ્બર, એટલે કે, આજના કારોબારમાં, સેન્સેક્સ પ્રથમ વખત 60,000 ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો છે. આજના કારોબારમાં ઓટો સિવાય તમામ ક્ષેત્રોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. લોકોની જોખમ લેવાની વધતી ઇચ્છાને કારણે બજાર નવી ઉંચાઈઓને સ્પર્શતું જોવા મળ્યું.

કોવિડ મહામારી પછી, એપ્રિલ 2020 થી બજારમાં રીકવરી જોવા મળી રહી છે અને આમા વચ્ચે વચ્ચે એકત્રીકરણ અને હળવા સુધારાઓ સાથે મજબૂતી યથાવત રહી છે. બજાર માટે આ એક સારો સંકેત છે.

અર્થતંત્રને પાટા પર લાવવા માટે આરબીઆઈ અને સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાં, ઓછા વ્યાજ દરો, કંપનીઓના સારા પરીણામો, અર્થતંત્રમાં જોવા મળી રહેલો સુધાર, રસીકરણમાં જોવા મળતી તેજી અને ગ્લોબલ લીક્વીડીટીમાં પણ વધારાને કારણે બજારમાં છેલ્લા ત્રણ મહીનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ વર્ષે 21 જાન્યુઆરીમાં પ્રથમ વખત સેન્સેક્સ 50,000 ની સપાટીએ પહોચ્યો હતો. તે પછી સેન્સેક્સને 60,000 સુધી પહોંચવામાં આઠ મહિના લાગ્યા. બીજી બાજુ, નિફ્ટી પણ 17,947.65 ની નવી ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ 18,000 તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે.

નિષ્ણાંતોનું શું છે મંતવ્ય, જાણો અહીં

નિષ્ણાંતોના મતે, 60,000 ની સપાટીને સ્પર્શતો સેન્સેક્સ ભારત માટે મોટી સિદ્ધિ છે. આ સમયમાં જ્યારે સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતા છે, ત્યારે ભારત માટે આ સિદ્ધિ વધુ મોટી બની જાય છે. સેન્સેક્સની 50,000 થી 60,000 ની આ જર્નીમાં લાભ મેળવનારાઓને જોતા, BSE 500 ઇન્ડેક્સમાં સામેલ 42 શેરો એવા છે જે આ આઠ મહિનાના સમયગાળામાં મલ્ટિબેગર્સ સાબિત થયા છે. આ સમયગાળા દરમિયાન આ શેરોમાં 150-370 ટકાનો વધારો જોવા મળ્યો છે.

વિશ્લેષકો કહે છે કે કંપનીઓના પરિણામો અને આર્થિક ડેટા બજારને આગળ વધવામાં મદદ કરશે. જો બજારમાં ઘટાડો આવે તો તેનું કારણ ઘરેલું નહીં પણ વૈશ્વિક હશે. બજારના નિષ્ણાંતો માને છે કે યુએસ ફેડની બોન્ડ ખરીદવાની યોજનામાં કાપને લઈને બજારને કોઈ ડર નથી. આવનારા સમયમાં કંપનીઓના સારા પરીણામો બજારને સપોર્ટ કરશે.

રોકાણકારોને લાંબા અને મધ્યમ ગાળાના દ્રષ્ટિકોણથી જ સારી મેનેજમેન્ટ અને મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં ખરીદી કરવાની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી રહી છે. તેમજ તમારા બધા નાણાં એક કે બે વખતમાં રોકાણ ન કરવા પણ સલાહ આપવામાં આવી રહી છે. વચ્ચે વચ્ચે ટ્રેન્ડમાં ગુણવત્તાવાળા શેરો ખરીદવાની વ્યૂહરચના અપનાવવા પર ભાર મુકાય રહ્યો છે.

 

(નોંધ: આ અહેવાલનો હેતુ ફક્ત તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. આ અહેવાલના આધારે કરેલા રોકાણથી નફા કે નુક્સાન સાથે અમારા કોઈ લેવાદેવા રહેશે નહીં. કૃપયા રોકાણ કરતાં પહેલા તમારા આર્થીક સલાહકારની મદદ અવશ્ય લેવી.)

આ પણ વાંચો :  દેશના અર્થતંત્રમાં ઝડપથી થઈ રહ્યો છે સુધાર, શેર બજાર જીતી રહ્યું છે રોકાણકારોનો વિશ્વાસ – નાણામંત્રી નિર્મલા સીતારમણ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati