AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુંદર પિચાઈ કરતા 8 ગણી અમીર, સત્ય નડેલા કરતા વધુ પૈસાદાર, જયશ્રી ઉલ્લાલ વિશ્વના સૌથી અમીર ભારતીય પ્રોફેશનલ મેનેજર બની

જાહેર કરાયેલી હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર, જયશ્રી ઉલ્લાલ સૌથી પૈસાદાર ભારતીય પ્રોફેશનલ મેનેજર બની છે. તેમની કુલ સંપત્તિ 50,170 કરોડ છે. ચાલો તેમના વિશે વધુ જાણીએ.

સુંદર પિચાઈ કરતા 8 ગણી અમીર, સત્ય નડેલા કરતા વધુ પૈસાદાર, જયશ્રી ઉલ્લાલ વિશ્વના સૌથી અમીર ભારતીય પ્રોફેશનલ મેનેજર બની
| Updated on: Oct 03, 2025 | 1:42 PM
Share

ટેકનોલોજી અને કોર્પોરેટ જગતમાં મહિલાઓનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે, અને એક નામ જે ટોચ પર પહોંચ્યું છે તે છે જયશ્રી ઉલ્લાલ. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર, એરિસ્ટા નેટવર્ક્સના સીઈઓ જયશ્રી ઉલ્લાલ હવે ભારતની સૌથી પૈસાદાર પ્રોફેશનલ મેનેજર બની ચૂકી છે. તેમણે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા અને ગુગલના સીઈઓ સુંદર પિચાઈ જેવી દિગ્ગજ હસ્તીઓને પાછળ છોડી 50,170 કરોડ રુપિયાની અદ્દભૂત સંપત્તિ છે.

જયશ્રી ઉલ્લાલ માત્ર પ્રોફેશનલ મેનેજર નથી પરંતુ હુરુનની લિસ્ટમાં ભારતની સૌથી પૈસાદાર મહિલા બની ગઈ છે. તેમણે નાયકાની ફાલ્ગુની નાયર અને જોહોની રાધા બેમ્બુને પણ પછાડી છે. આ સફળતાએ તેમને ગ્લોબલ લેવલ પર ટેકનીક ઉદ્યોગમાં મહિલાઓની વધતી તાકાતનું પ્રતિક બની ગયું છે.

કેવી રીતે વધી જયશ્રી ઉલ્લાલની નેટવર્થ

તેની સંપત્તિનું કારણ એરિસ્ટ નેટવર્કસમાં તેના 3 ટકા શેર અને કંપનીની શાનદાર વૃદ્ધિછે. ફોર્બ્સ અનુસાર 2024માં એરિસ્ટા નેટવર્કસનું મુલ્ય 7 બિલિયન ડોલર સુધી વધ્યું હતુ. જેનાથી જયશ્રી ઉલ્લાલની નેટવર્થમાં વધારો થયો છે.એરિસ્ટા નેટવર્ક્સ સિલિકોન વેલીની સૌથી સફળ નેટવર્કિંગ કંપનીઓમાંની એક બની ગઈ છે, અને જયશ્રી ઉલ્લાલના નેતૃત્વ હેઠળ, તેણે વૈશ્વિક ટેકનોલોજી બજારમાં મજબૂત સ્થાન સ્થાપિત કર્યું છે.

સત્યા નડેલા અને સુંદર પિચાઈની નેટવર્થ

હુરુનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, માઈક્રોસોપ્ટના સીઈઓ સત્યા નડેલાની નેટ વર્થ 9,770 કરોડ છે. જે જયશ્રી ઉલ્લાલના મુકાબલે ખુબ ઓછી છે. સુંદર પિચાઈ 5,810 કરોડની સાથે સાતમાં ક્રમે છે. પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂઈ પણ 5,130 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે આઠમા ક્રમે છે.

જયશ્રી ઉલ્લાલની લાઈફ

જયશ્રી ઉલ્લાલનો જન્મ લંડનમાં થયો છે અને નવી દિલ્હીમાં પણ રહી છે. તેમણે સૈન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિક્લ એન્જિન્યરિંગમાં સ્નાતક અને સાંતા ક્લારા યુનિવર્સિટીમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી છે. 2008થી તે અરિસ્ટા નેટવર્કસના સીઈઓ અને પ્રેસીડન્ટ છે. ત્યારથી કંપનીને સિલીકો વૈલીના પ્રમુખ નેટવર્કિંગ ખેલાડીઓમાંથી એક બનવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.

તો ચાલો ટોપ-10 રિચેસ્ટ ઈન્ડિયન પ્રોફેશનલ મેનેજરના લિસ્ટ પર એક નજર નાંખીએ.

  1. જયશ્રી ઉલ્લાલ- 50,170 કરોડ
  2. સત્યા નડેલા- 9770 કરોડ
  3. નિકેશ અરોડા- 9190 કરોડ
  4. ઈગ્નાટિયસ નવિલ નોરોન્હા -6570 કરોડ
  5. અજયપાલ સિંહ બંગા- 5970 કરોડ
  6. થૉમસ કુરિયન- 5900 કરોડ
  7. સુંદર પિચાઈ-5810 કરોડ
  8. ઈન્દ્રા કે નુયી-5130 કરોડ
  9. શાંતનુ નારાયણ-4670 કરોડ
  10. અજીત જૈન-2950 કરોડ

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">