તમે પ્રોપર્ટી ખરીદવા પ્લાન કરી રહ્યા છો ? વાંચો આ અહેવાલ, લાભમાં રહેશો

તમે પ્રોપર્ટી ખરીદવા પ્લાન કરી રહ્યા છો ? વાંચો આ અહેવાલ, લાભમાં રહેશો
SBI is going to auction a large number of residential, commercial and industrial properties.

જો તમે ઘર કે સસ્તી પ્રોપર્ટી ખરીદવા પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઉત્તમ તક લાવી રહ્યું છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – SBI મોટી સંખ્યામાં પ્રોપર્ટીઓની નીલામી કરવા જઈ રહી છે. આ પ્રોપર્ટીઓમાં  રેસિડિંશીયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલનો સમાવેશ થાય છે. આ એ પ્રોપર્ટી છે જે ડિફોલ્ટની યાદીમાં છે.

કોઈ પણ પ્રોપર્ટીના માલિકનું લોન ભરપાઈ કરી ન શકે તો બેન્ક પ્રોપર્ટી કબજે લે છે. SBI સમયાંતરે આ પ્રકારની કબ્જે લેવાયેલી મિલકતોની નીલામી કરે છે. આ નિલામી દ્વારા બેંક કબ્જે લેવાયેલી મિલકતનું વેચાણ કરી તેની બાકી રકમ વસૂલ કરે છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ twit કરીને આ વિશે માહિતી આપી છે. બેંકે એક twitમાં લખ્યું છે કે શું તમે પણ રોકાણ માટે મિલકત શોધી રહ્યા છો? જો એમ હોય તો, તમે SBIની ઇ-હરાજીમાં નોંધણી કરાવી શકો છો.

 

ક્યારે અને કેટલી મિલકતોની હરાજી કરાશે
આગામી 7 દિવસમાં – 758 (રહેણાંક) 251 (વાણિજ્યિક) 98 (ઔદ્યોગિક)
આગામી 30 દિવસોમાં – 3032 (રહેણાંક) 844 (વાણિજ્યિક) 410 (ઔદ્યોગિક)

SBI ઓક્શન વિશે વધુ માહિતી માટે તમે આ લિંક્સની મુલાકાત લઈ શકો છો-
>> bankeauctions.com/Sbi;
>> sbi.auctiontiger.net/EPROC/;
>> ibapi.in; and
>> mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp.

બેંકના જણાવ્યા અનુસાર, તે હરાજી માટે જાહેર કરવામાં આવેલી જાહેર નોટિસમાં ફ્રીહોલ્ડ અથવા લીઝહોલ્ડ, સ્થાન, માપન સહિતની અન્ય માહિતી પણ આપી છે. જો તમે ઇ-ઓકશન દ્વારા સંપત્તિ ખરીદવા માંગતા હો, તો તમે બેંકમાં જઇ શકો છો અને પ્રક્રિયા અને સંબંધિત સંપત્તિ વિશે કોઈ માહિતી મેળવી શકો છો. હરાજી 30 ડિસેમ્બરે થશે.

એસબીઆઈ મેગા ઇ-હરાજીમાં ભાગ લેવા માટેની આવશ્યકતાઓ:
>> ઇ-ઓકશન નોટિસમાં ઉલ્લેખિત વિશિષ્ટ સંપત્તિ માટે EMD
>> KYC દસ્તાવેજો SBI શાખાને સબમિટ કરવાની જરૂર છે.
>> માન્ય ડિજિટલ હસ્તાક્ષર: બિડર્સ ડિજિટલ હસ્તાક્ષર મેળવવા માટે ઇ-હરાજી કરનાર અથવા કોઈપણ અન્ય અધિકૃત એજન્સીનો સંપર્ક કરી શકે છે.
>> એકવાર બીડર સંબંધિત શાખાને EMD થાપણ અને KYC દસ્તાવેજો સબમિટ કર્યા પછી, ઇ-હરાજી માટે લોગીન આઈડી અને પાસવર્ડ નોંધાયેલ ઈ – મેઇલ આઈડી દ્વારા મોકલવામાં આવશે.
>> હરાજીના નિયમો મુજબ બીડરે ઈ-ઓક્શનની તારીખનાઅને સમય દરમિયાન લોગીન કરી બોલી લગાવવી પડશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati