શું તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને સસ્તી કિંમતે મકાન,દુકાન અને પ્લોટ ખરીદવા મદદરૂપ સાબિત થશે

બેંક મોર્ગેજ કરેલી મિલકતોની હરાજી કરી રહી છે. SBI 25 ઓક્ટોબરના રોજ કોમર્શિયલ અને રહેણાંક બંને પ્રકારની મિલકતો માટે ઓનલાઇન હરાજી કરી રહી છે. તમે પણ તેમાં ભાગ લઈને આ ઓફરનો લાભ લઈ શકો છો.

શું તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને સસ્તી કિંમતે મકાન,દુકાન અને પ્લોટ ખરીદવા મદદરૂપ સાબિત થશે
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 10:18 AM

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના ગ્રાહકો માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. જો તમે પણ ઘર, દુકાન અથવા પ્લોટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સુવર્ણ તક છે. SBI મોંઘી મોંઘી પ્રોપર્ટી ખરીદવાની તક આપી રહી છે. હકીકતમાં બેંક મોર્ગેજ કરેલી મિલકતોની હરાજી કરી રહી છે. SBI 25 ઓક્ટોબરના રોજ કોમર્શિયલ અને રહેણાંક બંને પ્રકારની મિલકતો માટે ઓનલાઇન હરાજી કરી રહી છે. તમે પણ તેમાં ભાગ લઈને આ ઓફરનો લાભ લઈ શકો છો.

બેંકે કહ્યું છે કે અમે તમામ વિગતો પણ શામેલ કરીએ છીએ અને જણાવીએ છીએ કે તે ફ્રીહોલ્ડ છે કે લીઝહોલ્ડ છે. હરાજી માટે જાહેર કરવામાં આવેલી જાહેર સૂચનામાં અન્ય વિગતો સાથે તેનું માપ અને સ્થાન સહિતની વિગત પણ જણાવવામાં આવ્યું છે. એસબીઆઈના જણાવ્યા અનુસાર કોર્ટની પરવાનગી બાદ બેંક પાસે ગીરોવાળી મિલકતોની હરાજી થઈ રહી છે. કોર્ટના આદેશને જોડતી વખતે અમે પારદર્શક છીએ. અમે હરાજીના સહભાગીઓને તમામ પ્રકારની માહિતી રજૂ કરીએ છીએ.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

કેવી મિલકતની હરાજી થાય છે? બેંક લોકોને લોન આપવા માટે બેંકની ગેરંટી તરીકે તેમની પાસેથી રહેણાંક મિલકત અથવા વ્યાપારી મિલકત વગેરે ગીરો લે છે. જો લોન લેનાર લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય છે તો બેંક રિકવરી માટે તેમની ગીરો અસ્કયામતોની હરાજી કરે છે. બેંકની સંબંધિત શાખાઓ અખબારો અને અન્ય માધ્યમો દ્વારા જાહેરાતો પ્રકાશિત કરે છે. આ જાહેરાત મિલકતોની હરાજીને લગતી માહિતી પૂરી પાડે છે.

ઇ-હરાજીમાં કેવી રીતે ભાગ લઈ શકાય ? જો તમે SBI દ્વારા હાથ ધરાયેલી ઈ-હરાજીમાં ભાગ લેવા ઈચ્છો છો, તો તમારે નોટિસમાં આપેલ સંબંધિત મિલકત માટે EMD સબમિટ કરવું પડશે. ‘KYC દસ્તાવેજો’ સંબંધિત બેંક શાખામાં દર્શાવવાના રહેશે. હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિ પાસે ડિજિટલ સહી હોવી આવશ્યક છે. જો ન હોય, તો ઇ-હરાજી કરનાર અથવા અન્ય કોઇ અધિકૃત એજન્સીનો સંપર્ક કરી શકાય છે. સંબંધિત બેંક શાખામાં ‘KYC દસ્તાવેજો’ બતાવવા આવશ્યક છે. હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિ પાસે ડિજિટલ સહી હોવી આવશ્યક છે. તમે ઇ-હરાજી કરનાર અથવા અન્ય કોઇ અધિકૃત એજન્સીનો સંપર્ક કરીને આ કરી શકો છો.

આ પણ વાંચો : શું તમે જાણો છો? માત્ર ઘર ખરીદવા માટે જ નહિ ઘરના RENOVATION માટે પણ મળે છે HOME LOAN, જાણો તેના લાભ અને લોન મેળવવાની પ્રક્રિયા

આ પણ વાંચો : Stock Market માં અકલ્પનિય તેજી યથાવત રહેશે કે આવશે ચોંકાવનારો ઘટાડો? જાણો શું છે નિષ્ણાંતનો અભિપ્રાય અને રોકાણકારો માટે સલાહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">