પંજાબ નેશનલ બેન્કના ગ્રાહક છો? 31 માર્ચ સુધીમાં કરી લો આ ફેરફાર નહીતો થશે મુશ્કેલી

દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) એ તેના ગ્રાહકોને પહેલી એપ્રિલ પહેલા જૂનો IFSC અને MICR કોડ બદલવા જણાવ્યું છે.

  • Ankit Modi
  • Published On - 10:32 AM, 25 Jan 2021
Are you a customer of Punjab National Bank Make this change by March 31
Punjab National Bank

દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) એ તેના ગ્રાહકોને પહેલી એપ્રિલ પહેલા જૂનો IFSC અને MICR કોડ બદલવા જણાવ્યું છે. બેંક અનુસાર જુના કોડ્સ 31 માર્ચ 2021 બાદ કામ કરશે નહીં. જો તમારે પૈસા ટ્રાન્સફર કરવા હોય તો તમારે બેંક તરફથી નવો કોડ લેવો પડશે.

સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી
પંજાબ નેશનલ બેંકે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. બેંકે કહ્યું છે કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC / MICR કોડ ફક્ત 31 માર્ચ સુધી કામ કરશે. આ પછી તમારે બેંક તરફથી એક નવો કોડ અને ચેકબુક લેવી પડશે. વધુ માહિતી માટે ગ્રાહકો ટોલ ફ્રી નંબર 18001802222/18001032222 પર પણ આપવામાં આવ્યા છે.

1 ફેબ્રુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર
પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો નોન-ઇએમવી એટીએમ મશીનોથી પૈસા ઉપાડી શકશે નહીં. પીએનબીએ છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. નોન-ઇએમવી એટીએમ એ હોય છે જેમાં વ્યવહાર દરમિયાન એટીએમ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ થતો નથી, ફક્ત શરૂઆતમાં એકવાર કાર્ડ સ્વેપ કરવાનું હોય છે.

1 એપ્રિલ 2020 ના રોજ થયું હતું
1 એપ્રિલ 2020 ના રોજ સરકારે પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયાને મર્જ કરી દેવાયું છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) છે જેની આશરે 24,૦૦૦ શાખાઓ અને 2.45 લાખ કર્મચારીઓ સાથે 38 લાખ કરોડથી વધુનો વ્યવસાય છે. યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની તમામ શાખાઓ હવે પી.એન.બી.ની શાખાઓ તરીકે કાર્યરત છે. બેંકમાં હવે 11,000 થી વધુ શાખાઓ અને 13,000 થી વધુ એટીએમ કાર્યરત છે.