ANIL AMBANI ની એક જીતે રોકાણકારોની બદલી કિસ્મત, ગ્રુપના તમામ શેરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો

શેરબજારમાં Anil Ambani ના રિલાયન્સ ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ હોમ ફાઇનાન્સનો સ્ટોક 4.9 ટકા સુધીના વધારા સાથે જોવા મળ્યો છે.

ANIL AMBANI ની એક જીતે રોકાણકારોની બદલી કિસ્મત, ગ્રુપના તમામ શેરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો
Anil Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 7:39 AM

રિલાયન્સ ગ્રુપ(Reliance Group)ના અનિલ અંબાણી(Anil Ambani) સતત દેવાની જાળમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન અનિલ અંબાણીના પ્રયાસ સફળ પણ થઇ રહ્યા છે. તાજેતરમાં જ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ તરફથી આવો જ એક સારા સમાચાર મળ્યા છે. આ સમાચારને કારણે રોકાણકારોએ ખૂબ કમાણી કરી છે.

શેરબજારમાં Anil Ambani ના રિલાયન્સ ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ હોમ ફાઇનાન્સનો સ્ટોક 4.9 ટકા સુધીના વધારા સાથે જોવા મળ્યો છે.

કરો એક નજર અનિલ અંબાણીની કંપનીઓના શેર ની વૃદ્ધિ ઉપર Reliance Capital                 – Rs 18.80 per share (4.74 % growth) Reliance Power                  – Rs 13.90 per share (4.91 % growth) Reliance Naval                   – Rs 2.95 per share (1.72 % growth) Reliance Home Finance  – Rs 4.40 per share (4.76 % growth) Reliance Infra                    – Rs 77.90 per share (4.99 % growth)

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અનિલ અંબાણી જીત્યા કેસ હકીકતમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ અનિલ અંબાણી ગ્રુપની કંપની. (DAMEPL) એ 2017 ના આર્બિટ્રેશનના નિર્ણયને માન્ય રાખ્યો છે. આ સાથે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 632 મિલિયન ડોલર અથવા 4,600 કરોડ રૂપિયાથી વધુ મળશે. કંપનીના વકીલે કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે DAMEPL આ રકમનો ઉપયોગ તેના ધિરાણકર્તાઓને બાકી ચૂકવવા માટે કરશે. 2008 માં DAMEPL એ 2038 સુધીમાં એરપોર્ટ મેટ્રો લાઇન ચલાવવા માટે DMRC સાથે કરાર કર્યો હતો. બંને પક્ષો વચ્ચે વિવાદ બાદ DAMEPL એ એરપોર્ટ મેટ્રો લાઇનનું સંચાલન બંધ કરી દીધું હતું.

દેવું ઉતારવા કરી રહ્યા છે પ્રયાસ અનિલ અંબાણી સતત તેમનું દેવું ઓછું કરવા પ્રયાસ કરી રહ્યા છે. આ અગાઉ Anil Ambaniના રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ (RCFL) ના લેન્ડર્સે કંપનીના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી . ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Authum Investment and Infrastructure)ને સફળ બિડર તરીકે પસંદ કરવામાં આવી હતી. આ અહેવાલ બાદ પણ અનિલ અંબાણીની કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો :  Vijaya Diagnostic IPO : દક્ષિણ ભારતની હેલ્થકેર કંપનીનો શેર આજે લિસ્ટ થશે, જાણો કેવો મળ્યો IPO ને રિસ્પોન્સ અને બજાર માટે શું છે અનુમાન

આ પણ વાંચો : ભારતીય મહિલાઓ વિક્રમ સર્જશે : દેશના આ ઓટો પ્લાન્ટમાં ઉત્પાદનથી લઇ સંચાલન સુધીના કામ મહિલાઓ કરશે , 10હજાર મહિલાઓ ચલાવશે પ્લાન્ટ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">