Breaking News : અનિલ અંબાણી ફસાયા મોટી મુશ્કેલીમાં ! ED ની રેડ બાદ લુક આઉટ સર્ક્યુલર જાહેર
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે તેમના વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. તેમને 5 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

દેશના મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી સામે LOC એટલે કે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. તાજેતરમાં EDએ અનિલ અંબાણીના સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDએ તેમને 5 ઓગસ્ટે પૂછપરછ માટે ED મુખ્યાલય એટલે કે દિલ્હી બોલાવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) 17,000 કરોડ રૂપિયાના કથિત લોન કૌભાંડની તપાસ કરી રહ્યું છે. ગયા અઠવાડિયે, EDએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલી ઘણી કંપનીઓ અને વ્યક્તિઓના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મુંબઈમાં 35 સ્થળોએ કરવામાં આવી હતી, જેમાં 50 કંપનીઓ અને 25 લોકોનો સમાવેશ થાય છે. આ તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી રહી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
