
શુક્રવારની સવાર ભારતીય કોર્પોરેટ જગત માટે એક મોટી ઉથલપાથલ લઈને આવી છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ પાવર સાથે જોડાયેલા મુંબઈના અનેક સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમોએ અચાનક દરોડા પાડ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, દરોડાની કાર્યવાહી 10 થી 12 અલગ અલગ સ્થળોએ કરવામાં આવી છે. તપાસ એજન્સીનું લક્ષ્ય રિલાયન્સ પાવર અને તેના સહયોગીઓના રહેણાંક અને રજિસ્ટર્ડ ઓફિસો છે. જ્યારે ED દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
સમગ્ર વિવાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને યસ બેંક સહિત અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી રિલાયન્સ કોમ્યુનિકેશન (RCom) દ્વારા લેવામાં આવેલી લોનથી ઉદ્ભવ્યો છે. આરોપો છે કે બેંકોમાંથી ઉછીના લીધેલા ભંડોળ નિયમોનું ઉલ્લંઘન કરીને અન્ય સંબંધિત સંસ્થાઓ અને વિદેશી ખાતાઓમાં વાળવામાં આવ્યા હતા. આ ફક્ત સ્થાનિક બેંકો પૂરતો મર્યાદિત નથી. પરંતુ આ કેસમાં ચીનની સરકારી માલિકીની બેંકોએ ₹13,558 કરોડનું નોંધપાત્ર એક્સપોઝર પણ બહાર આવ્યું છે.આ મની લોન્ડરિંગ તપાસ 2019 માં દાખલ કરાયેલી CBI FIR પર આધારિત છે. સુપ્રીમ કોર્ટના કડક અને સ્પષ્ટ નિર્દેશોને અનુસરીને, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક ખાસ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે, જે હવે સમગ્ર મામલાનો ઉકેલ લાવી રહી છે.
તપાસ એજન્સીઓ તરફથી આ મુદ્દે અચાનક દબાણ વધ્યું હોય તેમ નથી. પાછલા મહિને જ ફેબ્રુઆરી 2026માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક કડક પગલું ભર્યું હતું. તેમાં અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ભવ્ય નિવાસસ્થાન “એબોડ” ને અસ્થાયી રૂપે જપ્ત કર્યું.આ ભવ્ય બંગલાની અંદાજિત કિંમત લગભગ ₹3,500 કરોડ જેટલી નક્કી થઈ છે. આ મોટી કાર્યવાહી RCom સાથે સંકળાયેલા ₹40,000 કરોડના બેંક છેતરપિંડી કેસનો એક ભાગ હતી જેની લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી. આ જપ્તી સાથે, અંબાણી ગ્રુપની અત્યાર સુધી જપ્ત કરાયેલી સંપત્તિની કુલ રકમ ₹15,700 કરોડને વટાવી ગઈ છે.
Breaking News: Iran Israel War વચ્ચે અદાણીનો ઝટકો, અદાણી ટોટલ ગેસ એ વધાર્યા ભાવ, યુદ્ધની પ્રતિકૂળ અસરો શરૂ