AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ ₹510 કરોડની સંપત્તિ કરી જપ્ત, કુલ આંકડો ₹23,100 કરોડને પાર

દ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મુશ્કેલીઓ વધી છે. ED દ્વારા RCom, RHFL, RCFL સાથે સંકળાયેલા કેસોમાં ₹510 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. કુલ જપ્ત સંપત્તિ ₹23,100 કરોડ થઈ છે.

Breaking News : અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ ₹510 કરોડની સંપત્તિ કરી જપ્ત, કુલ આંકડો ₹23,100 કરોડને પાર
| Updated on: Nov 03, 2026 | 8:37 PM
Share

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અનિલ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલી વિવિધ કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom), રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (RCFL) સાથે જોડાયેલા કેસોમાં આશરે ₹510 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ નવી કાર્યવાહી બાદ અનિલ અંબાણી ગ્રુપ સામે ED દ્વારા જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો આશરે ₹23,100 કરોડ સુધી પહોંચી ગયો છે.

ED દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સાથે સંકળાયેલા બેંક છેતરપિંડીના કેસમાં ₹247.12 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જ્યારે રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સંબંધિત કેસોમાં ₹263.05 કરોડની સંપત્તિ પર કાર્યવાહી કરવામાં આવી છે.

RCom કેસમાં જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં બે ચાર્ટર્ડ વિમાન, જમીનના છ પ્લોટ અને મહારાષ્ટ્રમાં આવેલી એક ઓફિસનો સમાવેશ થાય છે. બીજી તરફ, RHFL અને RCFL કેસમાં તમિલનાડુમાં આવેલી બે પવનચક્કીઓ ઉપરાંત બેંક ખાતામાં રહેલી રકમ, ફિક્સ્ડ ડિપોઝિટ, રોકાણો અને બાકી લેણાંનો પણ સમાવેશ થાય છે.

તપાસમાં શું સામે આવ્યું?

EDની તપાસમાં આરોપ છે કે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવેલા જાહેર ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભંડોળને વિદેશમાં ટેક્સ હેવન તરીકે ઓળખાતા દેશો અને વિસ્તારોમાં ટ્રાન્સફર કરવા તેમજ પ્રમોટરો અને તેમના પરિવારના વ્યક્તિગત લાભ માટે નાણાંનો ઉપયોગ કરવાના આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસોમાં ED દ્વારા અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ છ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ED આ સમગ્ર મામલે CBI દિલ્હી, દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) અને મુંબઈ EOW દ્વારા નોંધાયેલી વિવિધ FIRના આધારે તપાસ કરી રહી છે.

અનિલ અંબાણી ગ્રુપ સામે કાર્યવાહીનું કારણ શું?

અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સામે બેંક લોનમાં કથિત છેતરપિંડી, નાણાંની ઉચાપત અને ભંડોળના દુરુપયોગ જેવા ગંભીર આરોપોને લઈને તપાસ ચાલી રહી છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવેલા નાણાંનો ઉપયોગ કયા હેતુ માટે થયો અને તેમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ, તે દિશામાં ED તપાસ કરી રહી છે.

આ સમગ્ર મામલે ED દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ₹510 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવતાં અનિલ અંબાણી ગ્રુપની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. હવે આ તપાસમાં આગામી દિવસોમાં કયા નવા ખુલાસા થાય છે અને તપાસનો વ્યાપ કેટલો આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.

ભારત બનશે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">