Anant Ambani’s Journey : રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરથી લઈ સેવા ક્ષેત્ર સુધી… અનંત અંબાણી માટે કેવું રહ્યું 2025 નું વર્ષ, જાણો
વર્ષ 2025 અનંત અંબાણી માટે નિર્ણાયક સાબિત થયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી. જામનગર-દ્વારકા પદયાત્રા દ્વારા તેમની ધાર્મિક શ્રદ્ધા પ્રદર્શિત થઈ.

2025 અનંત અંબાણી માટે અત્યંત મહત્વપૂર્ણ અને યાદગાર વર્ષ સાબિત થયું. આ વર્ષે તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી અને વ્યવસાયિક ક્ષેત્રમાં નવી ભૂમિકા નિભાવવાની શરૂઆત કરી. સાથે સાથે, તેમની ધાર્મિક શ્રદ્ધા, સામાજિક સેવા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ તેમને માત્ર એક ઉદ્યોગપતિ નહીં, પરંતુ સંવેદનશીલ લીડર તરીકે પણ ઓળખ આપવી.
આ વર્ષે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધી લગભગ 140 કિલોમીટર લાંબી પદયાત્રા કરી. આ યાત્રા માત્ર શારીરિક સફર નહોતી, પરંતુ આત્મચિંતન, સંયમ અને પરંપરાઓ સાથે જોડાવાનો માર્ગ પણ હતી. તેમની આ ધાર્મિક યાત્રાએ એ સંદેશ આપ્યો કે સાચું નેતૃત્વ શક્તિથી નહીં, પરંતુ નમ્રતા અને આત્મશિસ્તથી આવે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરશિપ
2025 અનંત અંબાણી માટે વ્યાવસાયિક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ રહ્યું. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ભૂમિકા સંભાળી, જ્યાં તેમણે લાંબા ગાળાના વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને સમાવેશી વિકાસ પર ભાર મૂક્યો. તેમની વિચારસરણી દર્શાવે છે કે ઉચ્ચ પદનો અર્થ ફક્ત નફો કમાવવો નથી, પરંતુ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવવી પણ એટલી જ જરૂરી છે.
મહાકુંભમાં અનંત અંબાણીની સેવા ભાવના
સેવા પ્રત્યેની તેમની ભાવના વર્ષભર સ્પષ્ટ રહી, ખાસ કરીને મહાકુંભ મેળા દરમિયાન. મહાકુંભ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની સુવિધા, સલામતી અને સહાય માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી. આ સેવાકાર્યો ભારતીય સંસ્કૃતિમાં સેવાના મહત્વને રેખાંકિત કરે છે અને સમાજ પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
વન્યજીવન અને પર્યાવરણ પ્રત્યે અનંતનો પ્રેમ
2025 પર્યાવરણ અને વન્યજીવન સંરક્ષણના ક્ષેત્રે પણ અનંત અંબાણી માટે વિશેષ રહ્યું. વનતારામાં વન્યજીવન સંભાળ અને સંરક્ષણની તેમની પહેલે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું. વડા પ્રધાન દ્વારા વનતારાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને અનેક વિદેશી મહેમાનોએ પણ તેની મુલાકાત લીધી. આ પહેલે વિશ્વને સંદેશ આપ્યો કે ભારત વિકાસ સાથે સાથે પ્રકૃતિ અને પ્રાણીઓના રક્ષણને પણ સમાન મહત્વ આપે છે.
સમગ્ર રીતે જોવામાં આવે તો, 2025 અનંત અંબાણી માટે માત્ર વ્યવસાયિક સફળતાનું વર્ષ નહોતું, પરંતુ શ્રદ્ધા, મૂલ્યો, કરુણા અને જવાબદારીને કાર્યરૂપ આપવાનો સમય પણ હતો. તેમની કાર્યશૈલી અને વિચારસરણીએ એ સંદેશ આપ્યો કે સાચા ઇરાદા અને સેવા ભાવનાથી આગળ વધીએ તો વ્યક્તિ સમાજ અને દેશ બંને માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર માટે અંબાણી પરિવારે કર્યું મોટું દાન
