અમુલે હલ્દી દુધ બાદ હવે તુલસી અને આદુ ફ્લેવર વાળુ દુધ લોન્ચ કર્યું, 6 મહિનાની સેલ્ફ લાઈફ ધરાવતી પ્રોડક્ટ રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી સાબિત થશેનો કરાયો દાવો

  • Pinak Shukla
  • Published On - 15:02 PM, 10 Jun 2020
http://tv9gujarati.in/amul-e-haldi-dud…dudh-karyu-lonch/
http://tv9gujarati.in/amul-e-haldi-dud…dudh-karyu-lonch/

કોરોના આવ્યા બાદ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે અને આના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉત્પાદનોની માગ વધી છે. આ વાતને ધ્યાનમાં રાખીને દેશના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એપ્રિલમાં હળદરની ફ્લેવર વાળું દૂધ બજારમાં મુક્યા બાદ આજે બુધવારે વિશ્વમાં પહેલીવાર તુલસી અને આદુની ફ્લેવરનું દૂધ લોન્ચ કર્યું છે. આ ફ્લેવર્ડ મિલ્ક 125 મિલીના કેનમાં રૂ. 25માં ઉપલબ્ધ છે. આ પીણાં રૂમ ટેમ્પરેચરે 6 માસની સેલ્ફ લાઈફ ધરાવે છે. આ નવી પ્રોડકટસ પશ્ચિમ અને ઉત્તર ભારતના દૈનિક 2,00,000 પેકની ઉત્પાદન ક્ષમતા ધરાવતાં અદ્યતન ઉત્પાદન એકમોમાં પેક કરવામાં આવી છે. અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર એસ સોઢીએ કહ્યું કે, અમારા હળદરના દુધને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે જ અમે તુલસી અને આદુની ફ્લેવરમાં દૂધ રજુ કર્યું છે. આ ઉપરાંત અમે અશ્વગંધા અને મધ (હની)ના ટેસ્ટ સાથે તંદુરસ્તી વર્ધક વધુ પીણાં રજૂ કરવા સજજ છે. અમે મધ ઉત્પાદકો સાથે વાત કરી અને ખરીદી શરુ કરી છે અને અમારી પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમ આના પર કામ કરી રહી છે અને તે ટૂંક સમયમાં જ બજારમાં આવશે…