INDIA POST ATM CHARGES : 1 ઓક્ટોબરથી ATM કાર્ડ પર ચાર્જમાં ફેરફાર થશે, જાણો નવા રેટ

1 ઓક્ટોબરથી ATM CARD પરના ચાર્જમાં ફેરફાર થવાનો છે. ટપાલ વિભાગે એક ​​પરિપત્ર દ્વારા આ માહિતી આપી છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પરના નવા ચાર્જીસ રહેશે.

INDIA POST ATM CHARGES : 1 ઓક્ટોબરથી ATM કાર્ડ પર ચાર્જમાં ફેરફાર થશે, જાણો નવા રેટ
Post Office Savings Account ATM Charges
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 7:25 AM

Post Office Savings Account ATM Charges: જો તમારું પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે તો તમારા માટે અગત્યના સમાચાર છે. 1 ઓક્ટોબરથી ATM CARD પરના ચાર્જમાં ફેરફાર થવાનો છે. ટપાલ વિભાગે એક ​​પરિપત્ર દ્વારા આ માહિતી આપી છે. નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો માટે ATM ના ઉપયોગની મર્યાદા લાગુ કરાઈ છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પરના નવા ચાર્જીસ આ મુજબ રહેશે.

નવા એટીએમ ચાર્જની વિગતો

  • 1 ઓક્ટોબરથી ATM / DEBIT CARD નો વાર્ષિક મેઇન્ટેનન્સ ચાર્જ 125 રૂપિયા પ્લસ જીએસટી હશે. આ ચાર્જ 1 ઓક્ટોબર 2021 અને 30 સપ્ટેમ્બર 2022 ના સમયગાળા માટે લાગુ પડશે. ઇન્ડિયા પોસ્ટ હવે તેના ડેબિટ કાર્ડ ગ્રાહકોને મોકલવામાં આવેલા SMS ALERT માટે 12 રૂપિયા (GST સહિત) વસૂલશે. આ ચાર્જ ડેબિટ કાર્ડ ધારકોને મોકલવામાં આવેલા SMS ALERT માટે વાર્ષિક ચાર્જ હશે.
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
  • આ સિવાય, જો ગ્રાહક તેનું INDIA POST ATM CARD ખોવાઈ જાય છે, તો તેને બીજા ડેબિટ કાર્ડથી બદલવા માટે 1 ઓક્ટોબરથી 300 રૂપિયા અને જીએસટી વસૂલવામાં આવશે. આ સાથે જો ATM PIN ખોવાઈ જાય, તો 1 ઓક્ટોબરથી ડુપ્લિકેટ પીન માટે ચાર્જ ચૂકવવો પડશે. પિન ફરીથી જનરેટ કરવા અથવા શાખા દ્વારા ડુપ્લિકેટ પિન મેળવવા માટે 50 રૂપિયા ઉપરાંત જીએસટી વસૂલવામાં આવશે.
  • જો બચત ખાતામાં બેલેન્સના અભાવે ATM અથવા POS ટ્રાન્ઝેક્શનને રદ કરવામાં આવે તો ગ્રાહકે 20 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે.
  • પોસ્ટ વિભાગે એટીએમ નિઃશુલ્ક નાણાકીય વ્યવહારોની સંખ્યા પણ મર્યાદિત કરી છે. પરિપત્ર અનુસાર ઈન્ડિયા પોસ્ટના પોતાના એટીએમ પર પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ નાણાકીય વ્યવહારો પર 10 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન વસૂલવામાં આવશે. એ જ રીતે, અન્ય એટીએમ પર નાણાકીય વ્યવહારો મેટ્રો શહેરોમાં ત્રણ નિઃશુલ્ક વ્યવહારો અથવા બિન-મેટ્રો શહેરોમાં પાંચ નિઃશુલ્ક વ્યવહારો બાદ 20 રૂપિયા વત્તા જીએસટી વસૂલવામાં આવશે.
  • ઈન્ડિયા પોસ્ટના પોતાના એટીએમ પર બિન-નાણાકીય વ્યવહારો માટે ગ્રાહકે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કર્યા પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 રૂપિયા અને જીએસટી ચૂકવવો પડશે. અન્ય બેંકોના એટીએમના કિસ્સામાં મેટ્રો શહેરોમાં ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા નોન-મેટ્રો સિટીમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી વ્યક્તિએ રૂ 8 અને જીએસટી ચૂકવવો પડશે.
  • ડેબિટ કાર્ડ ધારકોને પોઈન્ટ ઓફ સર્વિસ (POS) પર રોકડ ઉપાડ માટે ટ્રાન્ઝેક્શનનો 1% ચૂકવવો પડશે જે પ્રત્યેક ટ્રાન્ઝેક્શનમાં મહત્તમ 5 રૂપિયા રહેશે.

આ પણ વાંચો :  IPO : આ કંપની 3 દિવસ માટે આપી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

આ પણ વાંચો : ATM નો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો નહિતર ભેજાબાજો તમારી જીવનભરની કમાણી તફડાવી જશે

g clip-path="url(#clip0_868_265)">