એમેઝોને ફ્યુચર કૂપન્સની સાથે ડીલને સ્થગિત કરવાના નિર્ણયને પડકાર્યો, CCIના આદેશ સામે પહોંચી NCLT

એમેઝોને ફ્યુચર કૂપન્સની સાથે ડીલને સ્થગિત કરવાના નિર્ણયને પડકાર્યો, CCIના આદેશ સામે પહોંચી NCLT
Symbolic Image

એમેઝોને લગભગ બે વર્ષ પહેલા ફ્યુચર કૂપન્સ પ્રાઈવેટ લિમિટેડ સાથેની ડીલને રદ્દ કરવાના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના આદેશ સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં અપીલ દાખલ કરી છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jan 10, 2022 | 12:00 AM

એમેઝોને લગભગ બે વર્ષ પહેલા ફ્યુચર કૂપન્સ પ્રાઈવેટ લિમિટેડ સાથેની ડીલને રદ્દ કરવાના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના આદેશ સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં અપીલ દાખલ કરી છે. કોમ્પિટિશન કમિશને ડિસેમ્બરમાં ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનના ફ્યુચર કૂપન્સ સાથેના સોદા માટેની મંજૂરીને સ્થગિત કરી દીધી હતી. આ સાથે એમેઝોન પર 202 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો.

CCIએ નવેમ્બર 2019માં ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદવા Amazonના સોદાને મંજૂરી આપી હતી. NCLAT એ CCI દ્વારા પસાર કરાયેલા આદેશો માટે એપેલેટ ઓથોરિટી છે. રિપોર્ટ અનુસાર, એમેઝોને ગયા મહિને CCIના આદેશ સામે NCLATમાં અપીલ દાખલ કરી છે. આ સંબંધમાં એમેઝોન અને ફ્યુચરને મોકલવામાં આવેલા ઈ-મેઈલનો કોઈ જવાબ મળ્યો નથી. ફ્યુચર કુપન્સ લિમિટેડ (FCPL) ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL) ના પ્રમોટર છે.

એમેઝોન ઓક્ટોબર 2020માં આ મામલાને સિંગાપોર આર્બિટ્રેશન સેન્ટરમાં લઈ ગઈ હતી અને ત્યારથી બંને કંપનીઓ વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ છે. એમેઝોનનું કહેવું છે કે એફઆરએલએ રીલાયન્સ ગ્રુપની કંપની રીલાયન્સ રીટેલની સાથે 24,713 કરોડ રૂપિયાના વેચાણ કરાર કરીને 2019માં તેની સાથે થયેલા રોકાણ કરારનું ઉલ્લંઘન કર્યું છે.

શું છે સમગ્ર મામલો?

9 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં  વૈધાનિક સંસ્થાઓ જેવી કે, NCLT, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ને ફ્યુચર ગ્રૂપ અને રિલાયન્સ રિટેલ વચ્ચેના પ્રસ્તાવિત 25,000 કરોડ રૂપિયાની ડીલના સંબંધમાં તમામ કાર્યવાહી રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. હવે એમેઝોન NCLTના આદેશ પર સ્ટે મૂકવાનું કહી રહી છે.

આ સાથે, કંપની સુપ્રીમ કોર્ટને ફ્યુચર રિટેલ લિમિટેડની 10 અને 11 નવેમ્બરના રોજ પ્રસ્તાવિત મીટિંગ્સ પર સ્ટે આપવાનું પણ કહી રહી છે, જેના માટે ભારતીય રિટેલ કંપનીએ 11 ઓક્ટોબરે નોટિસ જાહેર કરી હતી. કિશોર બિયાનીની માલિકીના જૂથની અરજીને મંજૂરી આપતા, ડિવિઝન બેન્ચે એમેઝોનના વકીલની મૌખિક અરજીને એક સપ્તાહ માટે ઓર્ડર પર સ્ટે મૂકવાની માંગણીને નકારી કાઢી હતી.

આ પણ વાંચો :  PNBએ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે વીડિયો કૉલની સુવિધા શરૂ કરી, 28 ફ્રેબ્રુઆરી સુધી કરી શકાશે જમા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati