AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા મુકેશ અને કાકા અનિલની જેમ ભાગલાનો ડર નથી, આકાશ ‘રામ’ જેવો ભાઈ : અનંત અંબાણી

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અનંત અંબાણીએ કહ્યું કે તેમના પિતા અને કાકા અનિલ અંબાણી વચ્ચે સંપત્તિના ભાગલાને લઈને થયેલા વિવાદથી તેમને કોઈ ડર નથી. તેમનો મોટો ભાઈ આકાશ બિલકુલ રામ જેવો છે. ભાગલાને લઈને રિલાયન્સ પરિવારની પાછલી પેઢીમાં મોટો વિવાદ થયો હતો

પિતા મુકેશ અને કાકા અનિલની જેમ ભાગલાનો ડર નથી, આકાશ 'રામ' જેવો ભાઈ : અનંત અંબાણી
Ambani Family
| Updated on: Feb 28, 2024 | 11:32 PM
Share

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના આગામી સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે. તેમના લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યા છે. આ પહેલા અનંત અંબાણીએ એક મોટું નિવેદન આપ્યું છે. અનંતે આકાશ અંબાણીને ‘રામ’ જેવો ભાઈ ગણાવ્યો છે.

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અનંત અંબાણીએ કહ્યું કે તેમના પિતા અને કાકા અનિલ અંબાણી વચ્ચે સંપત્તિના ભાગલાને લઈને થયેલા વિવાદથી તેમને કોઈ ડર નથી. તેમનો મોટો ભાઈ આકાશ બિલકુલ રામ જેવો છે.

ઉલ્લેખનીય છે કે, ભાગલાને લઈને રિલાયન્સ પરિવારની પાછલી પેઢીમાં મોટો વિવાદ થયો હતો. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચેની લડાઈમાં માતા કોકિલાબેનને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. આ પછી રિલાયન્સનો બિઝનેસ વહેંચાઈ ગયો. મુકેશ અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કમાન મળી હતી, જ્યારે અનિલ અંબાણીને રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કેપિટલ જેવા બિઝનેસ મળ્યા હતા.

‘વનતારા’ને લઈને ચર્ચામાં અનંત અંબાણી

અનંત અંબાણી લગ્ન સિવાય હાલમાં જ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘વનતારા’ને લઈને પણ ચર્ચામાં છે. ‘વનતારા’ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સમાં બનેલું વિશ્વ કક્ષાનું પ્રાણી આશ્રય છે. તેને 3000 એકરમાં ફેલાયેલા ગ્રીન બેલ્ટમાં વિકસાવવામાં આવ્યું છે. આ વિશ્વના સૌથી મોટા પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્રોમાંનું એક છે. વિશ્વભરમાંથી ઘાયલ પ્રાણીઓને અહીં લાવવામાં આવે છે. અહીં તેમની સંભાળ લેવામાં આવે છે, તેમની સારવાર કરવામાં આવે છે અને તેમને મૃત્યુના ચુંગાલમાંથી બચાવવાની સાથે તેમના પુનર્વસનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

અહીં પ્રાણીઓને જંગલ જેવું વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી લીલીછમ જમીનની સાથે કુદરતી જળાશયોની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. હાલમાં, આ કેન્દ્રમાં લગભગ 2,000 બચાવેલા પ્રાણીઓ છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">