એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા પેસેન્જર માટે સારા સમાચાર, કોરોનાના કારણે લદાયેલી બેગેજ મર્યાદા હટાવાઈ

|

Oct 13, 2020 | 9:01 PM

કોરોનામાં લોકડાઉન દરમ્યાન સૌથી વધુ આર્થિક ફટકો એરલાઈન્સ કંપનીઓને પડયો છે. હવે અનલોક દરમ્યાન સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે, ત્યારે મુસાફરોને આકર્ષવા એરલાઈન્સ કંપનીઓ જોર લગાવી રહી છે. એર ઈન્ડિયાએ મુસાફરો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. કોરોનાના કારણે બેગેજની સંખ્યા અને વજન ઉપર લદાયેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. એર ઈન્ડિયા […]

એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા પેસેન્જર માટે સારા સમાચાર, કોરોનાના કારણે લદાયેલી બેગેજ મર્યાદા હટાવાઈ

Follow us on

કોરોનામાં લોકડાઉન દરમ્યાન સૌથી વધુ આર્થિક ફટકો એરલાઈન્સ કંપનીઓને પડયો છે. હવે અનલોક દરમ્યાન સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે, ત્યારે મુસાફરોને આકર્ષવા એરલાઈન્સ કંપનીઓ જોર લગાવી રહી છે. એર ઈન્ડિયાએ મુસાફરો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. કોરોનાના કારણે બેગેજની સંખ્યા અને વજન ઉપર લદાયેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. એર ઈન્ડિયા દ્વારા પ્રતિબંધ હટાવી લેવાતા હવે ઈકોનોમી ક્લાસના પેસેન્જર 25 કિલો અને બિઝનેસ ક્લાસના પેસેન્જર 35 કિલો બેગેજ કોઈ પણ પ્રકારના વધારાના શુલ્કની ચુકવણી વગર લઈ જઈ શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એર ઈન્ડિયાએ તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા મુસાફરોને આ માહિતી આપવામાં આવી છે, જેમાં બેગેજને લઈ પ્રિ-કોવીડ નિયમ લાગુ કરાયા હોવાનું જણાવાયું છે. કોરોના લોકડાઉન બાદ જયારે હવાઈ મુસાફરી સેવા શરુ કરાઈ, ત્યારે કોરોનાના ભયના કારણે મર્યાદાઓ લાગુ પડાઈ હતી. એર ઈન્ડિયાના યાત્રીઓને માત્ર એક જ બેગેજની પરવાનગી આપવામાં આવતી હતી. એક જ બેગેજ સાથે વજનની મર્યાદા પણ 23 કિલો રાખવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કોરોનાના કારણે  ચેકઈન પ્રોસેસમાં સમય વધુ લાગે છે, જેને ધ્યાને રાખી નવા નિયમ સાથે યાત્રીઓને એરપોર્ટ ઉપર થોડા જલ્દી પહોંચવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article