AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એર ઈન્ડિયા બિડિંગ લિમિટ ૧૫ ડિસેમ્બર સુધી વધારાશે, ૭૦ હજાર કરોડના દેવા માટે એરલાઇન્સ વેચવા કઢાઈ છે

ખોટનો સામનો કરી રહેલી સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાને વેચવા માટે બિડિંગની મુદત 15 ડિસેમ્બર સુધી લંબાવાઈ શકે છે.  સંભવિત ખરીદદારોને આકર્ષવા માટે સરકાર એસેટ વેલ્યુએશન નિયમોમાં સરળતા લાવી શકે છે. . સૂત્ર અનુસાર બિડરોને આખી કંપની માટે બોલી ફરજીયાત કરવામાં આવી શકે છે . એક અંદાજ મુજબ બિડિંગ દ્વારા મળનાર કુલ રકમના 85 ટકા […]

એર ઈન્ડિયા બિડિંગ લિમિટ ૧૫ ડિસેમ્બર સુધી વધારાશે, ૭૦ હજાર કરોડના દેવા માટે એરલાઇન્સ વેચવા કઢાઈ છે
Ankit Modi
| Edited By: | Updated on: Oct 20, 2020 | 11:49 AM
Share

ખોટનો સામનો કરી રહેલી સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાને વેચવા માટે બિડિંગની મુદત 15 ડિસેમ્બર સુધી લંબાવાઈ શકે છે.  સંભવિત ખરીદદારોને આકર્ષવા માટે સરકાર એસેટ વેલ્યુએશન નિયમોમાં સરળતા લાવી શકે છે. . સૂત્ર અનુસાર બિડરોને આખી કંપની માટે બોલી ફરજીયાત કરવામાં આવી શકે છે . એક અંદાજ મુજબ બિડિંગ દ્વારા મળનાર કુલ રકમના 85 ટકા રકમ દેવા ભરપાઈ કરવામાં ખર્ચાઈ જશે અને બાકીની રકમ સરકારને મળશે.

સરકાર લાંબા સમયથી ખોટ કરતી કંપનીને વેચવાની તૈયારી કરી રહી છે. બિડિંગની વર્તમાન સમયસીમા 30 ઓક્ટોબરએ સમાપ્ત થાય છે. જો ડિસઇન્વેસ્ટમેન્ટની તારીખ વધારવામાં આવે તો આ પાંચમો વિસ્તરણ હશે. એરલાઇન્સ પર લગભગ 70 હજાર કરોડનું મોટું દેવું છે. છેલ્લા 20 વર્ષથી એર ઇન્ડિયા વેચવાના પ્રયાસ કરાઈ રહયા છે પરંતુ મહારાજા ટેગવાળી આ કંપની હજી વેચી શકાઈ  નથી. 27 મે 2000 ના રોજ સરકારે એર ઇન્ડિયામાં 60 ટકા હિસ્સાના વેચાણને મંજૂરી આપી હતી પરંતુ જેતે સમયે વેચાણની યોજના ઉપર ભાર મૂકી કામ કરાયું નહિ અને આખરે મામલો અભરાઈએ ચડ્યો હતો.

જયારે નીતિ આયોગે મેં ૨૦૧૭માં CPSE ના ડિસઇન્વેસ્ટમેન્ટની ભલામણ કરી હતી તે સમયે એર ઇન્ડિયાના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો. ૧૨ ડિસેમ્બર ૨૦૧૯એ મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી જ્યારે અગાઉ તેણે 2018 માં તેમાં 76 ટકા હિસ્સો વેચવાની વાત જાહેર કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">