જાહેર ક્ષેત્રની બેંકો બાદ હવે સરકારી વીમા કંપનીઓનું પણ ખાનગીકરણ કરવામાં આવશે, જાણો વિગતવાર

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે (FM Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

જાહેર ક્ષેત્રની બેંકો બાદ હવે સરકારી વીમા કંપનીઓનું પણ ખાનગીકરણ કરવામાં આવશે, જાણો વિગતવાર
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 7:53 AM

સરકારી બેંકો સહિત અનેક જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSU) ના ખાનગીકરણ(Privatisation) તરફ પગલા લીધા બાદ હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામાન્ય વીમા કંપનીઓના ખાનગીકરણ (Insurance Companies Privatization) માટેની પણ યોજના બનાવી રહી છે. આ માટે કેન્દ્ર સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ (GIBNA) માં સુધારા પર કામ કરી રહ્યું છે. સંસદના ચોમાસુ સત્રમાં આ સંદર્ભે એક ખરડો રજૂ થઇ શકે છે.

અર્થતંત્રને મજબૂત બનાવવાનો પ્રયાસ સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થવાની ધારણા છે. જનરલ ઇન્સ્યુરન્સ બિઝનેસ (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ 1972 માં અસ્તિત્વમાં આવ્યો. આ અંતર્ગત ભારતીય વીમા કંપનીઓના શેર અને અન્ય હાલની વીમા કંપનીઓના ઉપક્રમો હસ્તગત અને ટ્રાન્સફર કરી શકાય છે. સામાન્ય વીમા વ્યવસાયના વિકાસ દ્વારા દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરી શકાય છે. GIBNA માં સુધારાઓ કરાઈ રહ્યા છે જેને સામાન્ય વીમા કંપનીઓના ખાનગીકરણમાં મદદ માટે સંસદના આગામી ચોમાસા સત્રમાં મૂકી શકાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેન્દ્ર સરકારનો 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે (FM Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નાણાકીય ક્ષેત્ર માટેના ડિસઇન્વેસ્ટમેન્ટ વ્યૂહરચનાના ભાગરૂપે સરકારે જીવન વીમા નિગમની ઇનિશિયલ પબ્લિક ઓફરીંગ (LIC IPO) લાવવા અને તેના બાકીના હિસ્સાને IDBI બેંકમાં વેચવાનો નિર્ણય કર્યો છે. નાણાકીય વર્ષ 2021-22માં સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓમાં શેર વેચાણથી રૂ 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">