વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપનીને ખરીદવા માટે દેશના બે દિગ્ગજો વચ્ચે હોડ

હોલ્સિમ ગ્રુપ (Holcim Group) ભારતમાં 17 વર્ષથી બિઝનેસ કરી રહ્યું છે. કંપની હવે અહીંથી બહાર નીકળવાની તૈયારી કરી રહી છે. તેની પાસે અંબુજા સિમેન્ટમાં 63.1 ટકા અને ACCમાં 54.53 ટકા હિસ્સો છે.

વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપનીને ખરીદવા માટે દેશના બે દિગ્ગજો વચ્ચે હોડ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 8:18 PM

અદાણી અને જિંદાલ દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બનવાની રેસમાં છે. અદાણી ગ્રૂપ (Adani Group) અને જેએસડબલ્યુ ગ્રૂપ (JSW Group) બંનેએ વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલસીમ ગ્રૂપના ( Holcim Group) ભારતીય બિઝનેસને ખરીદવા માટે પૂરેપૂરું જોર લગાવ્યું છે. જેએસડબલ્યુ ગ્રુપ અંબુજા સિમેન્ટ અને એસીસીના સંપાદન માટે લગભગ 700 કરોડ ડોલરની બિડ કરશે. અદાણી ગ્રુપ સાથે હોલસીમ ગ્રુપની વાતચીત અંતિમ તબક્કામાં છે. જોકે અદાણી ગ્રુપ કેટલા અબજની બિડ કરવા જઈ રહ્યું છે. આ અંગે કોઈ માહિતી નથી.

ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ જિંદાલે આ ડીલ માટે 4.5 અરબ ડોલર કંપનીની ઈક્વિટી અને અને 2.5 અરબ ડોલર એક ખાનગી ભાગીદાર દ્વારા ઓફર કરવામાં આવી છે. સરકારી ડેટા અનુસાર ભારત વિશ્વમાં સિમેન્ટનું બીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક છે અને ગ્લોબલ ઈન્સ્ટેલ્ડ કેપેસિટીનો 7 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. કંપની દેવું ઘટાડવા અને એક્વિઝિશન દ્વારા વૈવિધ્યીકરણ કરવા માટે નોન-કોર એસેટ્સનું વેચાણ કરી રહી છે. તેણે સપ્ટેમ્બરમાં તેનું બ્રાઝિલિયન યુનિટ 1 બિલિયન ડોલરમાં વેચ્યું અને તે ઝિમ્બાબ્વેમાં પણ તેનો બિઝનેસ વેચવાની યોજના બનાવી રહી છે.

64 મિલિયન મેટ્રિક ટન ક્ષમતા

આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ ભારતીય સિમેન્ટ માર્કેટમાં સૌથી મોટી કંપની છે. અલ્ટ્રાટેક સિમેન્ટની વાર્ષિક ક્ષમતા 119 મિલિયન મેટ્રિક ટન છે. આ પછી અંબુજા સિમેન્ટ અને એસીસીનું નામ આવે છે. હોલસીમ ગ્રુપની આ બે કંપનીઓ જે પણ કંપની ખરીદશે તેને સ્પષ્ટ ફાયદો થશે. બંને કંપનીઓ 64 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવે છે. હોલ્સિમ 5 ખંડોના 70 દેશોમાં કંપનીની હાજરી ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

અદાણી ગ્રુપ લાંબા સમયથી દેશના સિમેન્ટ બિઝનેસમાં પોતાનો દબદબો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપે ગયા વર્ષે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ હેઠળ અદાણી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ નામની પેટાકંપનીની રચના કરી હતી. ગુજરાતમાં અદાણીની યોજના એક ફ્લાય એશ આધારિત સિમેન્ટ ઉત્પાદન સુવિધા અને મહારાષ્ટ્રમાં એક નાનો 5 મિલિયન મેટ્રિક ટનનો સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની છે.

અદાણી ગ્રીનના રોકાણકારો માલામાલ

લગભગ એક મહિના પહેલા અદાણી ગ્રુપનો એક ભાગ અદાણી ગ્રીન એનર્જીએ ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓના ક્લબમાં પ્રવેશ કર્યો હતો. હવે અદાણી ગ્રીન એનર્જી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને પાછળ છોડીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. અદાણી ગ્રીન એનર્જીની વર્તમાન બજાર મૂડી આશરે ₹4,33,286 કરોડ છે, જ્યારે SBIની આશરે ₹4.26 લાખ કરોડ છે. તાજેતરના સમયમાં અદાણી ગ્રીન એનર્જીના માર્કેટ વેલ્યુએશનમાં અનેકગણો વધારો થયો છે, કારણ કે અદાણી ગ્રીન સ્ટોક ગ્રીન એનર્જી સેગમેન્ટમાં રોકાણકારો માટે પ્રિય બની ગયો છે. અદાણી ગ્રીનનો શેર 2022માં મલ્ટીબેગર શેરોમાંનો એક છે કારણ કે તેણે તેના શેરધારકોને વાર્ષિક ધોરણે લગભગ 110 ટકા વળતર આપ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">