Adani Group: અદાણી ગ્રુપે 8300 કરોડથી વધારેના શેર વેચ્યા, જાણો કોણે ખરીદ્યા?

Adani Group: જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનના બોર્ડે યોગ્ય સંસ્થાકીય રોકાણકારોને શેર ઈસ્યુ કરીને $5 બિલિયન (રૂ. 21,000 કરોડ) ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી છે.

Adani Group: અદાણી ગ્રુપે 8300 કરોડથી વધારેના શેર વેચ્યા, જાણો કોણે ખરીદ્યા?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 7:35 AM

Adani Group: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) વિશ્વના અમીરોની યાદીમાં ફરી સ્થાન હાંસલ કર્યુ છે. ગૌતમ અદાણીએ વિશ્વના ટોચના 20 અમીરોની યાદીમાં ફરી એન્ટ્રી લીધી છે. ત્યારે અદાણી ગ્રુપે બે કંપનીઓમાં $1 બિલિયન (રૂ. 8,372 કરોડ)ના શેર વેચ્યા છે. અદાણી ગ્રુપની આ ડીલ યુએસ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ અને કેટલાક અન્ય રોકાણકારો સાથે કરવામાં આવી છે. શેર-વેચાણમાંથી ભેગા કરાયેલ ભંડોળનો ઉપયોગ લિક્વિડિટી વધારવા અને બેલેન્સ શીટને મજબૂત કરવા માટે કરવામાં આવશે.

GQGએ અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કર્યું

છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી વખત છે, જ્યારે GQGએ અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કર્યું છે. તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ રિપોર્ટ બાદ જ્યારે અદાણી ગ્રૂપ મુશ્કેલીમાં હતું, ત્યારે પહેલીવાર આ રોકાણ કંપનીએ વિશ્વાસ દર્શાવ્યો હતો. આ રોકાણ કંપનીની સ્થાપના જૂન 2016માં કરવામાં આવી હતી. તેના સ્થાપક રાજીવ જૈન છે, જેમણે ટિમ કાર્વરથી શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: Micron Semiconductor Plant: ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે માઈક્રોને MOU પર કર્યા હસ્તાક્ષર, 20 હજાર લોકોને મળશે રોજગાર

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

જથ્થાબંધ શેર ખરીદનારા રોકાણકારોમાં GQG પણ સામેલ

અદાણી ગ્રુપની મૂળ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના 1.8 કરોડ શેર અથવા 1.6 ટકા હિસ્સો એક જ સોદામાં વેચવામાં આવ્યો હતો. આ સિવાય અદાણી ગ્રીન એનર્જીના 3.52 કરોડ શેર એટલે કે 2.2 ટકા હિસ્સો પણ વેચવામાં આવ્યો છે. જથ્થાબંધ શેર ખરીદનારા રોકાણકારોમાં GQG પણ સામેલ છે. તેણે માર્ચમાં 1.87 અબજ ડોલરમાં અદાણી જૂથની ચાર કંપનીઓમાં હિસ્સો પણ ખરીદ્યો હતો.

આ સિવાય મે મહિનામાં પણ તેણે ગ્રુપ કંપનીઓમાં 40-50 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. GQG વિશે વાત કરીએ તો તે હવે અદાણી ગ્રીન એનર્જીમાં 6.32%, અદાણી એન્ટરપ્રાઈઝમાં 4.96%, અદાણી પોર્ટ્સમાં 4.1% અને અદાણી ટ્રાન્સમિશનમાં 2.45% હિસ્સો ધરાવે છે.

જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનના બોર્ડે યોગ્ય સંસ્થાકીય રોકાણકારોને શેર ઈસ્યુ કરીને $5 બિલિયન (રૂ. 21,000 કરોડ) ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">