વર્લ્ડ કપ દરમિયાન અદાણીએ આપ્યો ઝાટકો, અમદાવાદ એરપોર્ટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જમાં 10 ગણો વધારો ઝીંકાયો
મીડિયા રીપોર્ટ અનુસાર ગૌતમ અદાણીએ અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઈટ્સ માટે યુઝર ચાર્જમાં 10 ગણો વધારો કર્યો છે. અમદાવાદ એરપોર્ટ ગૌતમ અદાણી પાસે છે. આ મામલે ઘણી એરલાઈન્સ કંપનીઓએ કેન્દ્ર સરકારને ફરિયાદ કરી છે અને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે પણ કહ્યું છે. અમદાવાદ એરપોર્ટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જમાં 10 ગણો વધારો કર્યો છે. જે બાદ એરપોર્ટના દરો નક્કી કરતી સરકારી એજન્સી એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા શુક્રવારે મોડી સાંજે નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી
ગૌતમ અદાણી ગ્રૂપની માલિકીના અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટ્સ માટે યુઝર ચાર્જ વધારવાને લઈને વિવાદ ઊભો થયો છે. દેશની મોટી એરલાઈન્સ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે અને સરકાર પાસે હસ્તક્ષેપની માગ કરી રહી છે. ગૌતમ અદાણી ગ્રુપનું અમદાવાદ એરપોર્ટ ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ચાર્ટર્ડ ફ્લાઈટ્સ માટે યુઝર ચાર્જ વધારવાની યોજના ધરાવે છે.
મીડિયા એરપોર્ટ અનુસાર અમદાવાદ એરપોર્ટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જીસમાં 10 ગણો વધારો કર્યો છે. દેશની મોટી એરલાઈન્સ આ મુદ્દે સરકાર પાસે હસ્તક્ષેપની માગ કરી રહી છે. ગૌતમ અદાણી ગ્રૂપે અમદાવાદ એરપોર્ટ માટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જમાં 10 ગણો વધારો કર્યા બાદ મોટી એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટર વચ્ચે વિવાદ ઊભો થયો છે.
યુઝર ચાર્જીસમાં જંગી વધારાની સાથે ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર આવતા ચાર્ટર્ડ પ્લેન પાસેથી અનેક ગણી વધુ ફી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ દ્વારા આ ચાર્જમાં વધારો કરવામાં આવ્યા બાદ દેશની મોટી એરલાઈન્સ આ મામલે સરકારના હસ્તક્ષેપની માગ કરી રહી છે. એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી એરપોર્ટ ટેરિફ નક્કી કરે છે. એરપોર્ટનું ટેરિફ 5 વર્ષમાં એકવાર નક્કી કરવામાં આવે છે.
એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીએ નોટિસ જાહેર કરી
ગૌતમ અદાણી ગ્રૂપના અમદાવાદ એરપોર્ટે ફીમાં વધારો કર્યા બાદ એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીએ નોટિસ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઓથોરિટીની મંજુરી વગર આવા ચાર્જ કે ટેરિફમાં વધારો કરવો ગેરકાયદેસર છે.આ પહેલા પણ અમદાવાદ અને બેંગલુરુ એરપોર્ટ પર ટેરિફ વધારવામાં આવ્યા હતા, જેનો એરલાઈન્સ વિરોધ કરી રહી હતી. એરલાઈન્સે ગૌતમ અદાણીના લખનૌ એરપોર્ટ પર લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં વધારા સામે વિરોધ પણ કર્યો હતો.એરલાઈન્સે આ સંબંધમાં એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવા ટેરિફમાં વારંવાર ફેરફાર એરલાઈન્સની કામગીરીને અસર કરે છે.
યુઝર ડેવલપમેન્ટ ફી મુસાફરો પર વસૂલવામાં આવે છે
જ્યારે યુઝર ડેવલપમેન્ટ ફી મુસાફરો પર વસૂલવામાં આવે છે, ત્યારે એરલાઇન્સ પર લેન્ડિંગ અને પાર્કિંગ ફી વસૂલવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ અને બેંગલુરુ એરપોર્ટ પર પણ અનેક પ્રકારના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. એરલાઇનના એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે લખનૌ એરપોર્ટ પર લગાવવામાં આવેલ ટેરિફ યોગ્ય નથી. જેના કારણે એરલાઈન્સના કામકાજમાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ રહી છે. એરલાઇન્સ પહેલેથી જ તેમની કામગીરીમાં ભારે ખોટ સહન કરી રહી છે અને ATFની વધતી કિંમતો વચ્ચે, આવા ચાર્જમાં વધારો તેમની કામગીરી પર નોંધપાત્ર અસર કરી શકે છે.