એક્શન ફાઈનાન્શિયલ સર્વિસિઝે રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, જાણો કંપની અને રોકાણકારોના કેવા છે હાલ
બ્રોકર અને રોકાણકાર વચ્ચેના સંબંધ નફાની સ્થિતિમાં ગાઢ તો ખોટની સ્થિતિમાં નારાજગીથી છવાયેલા રહે છે. બ્રોકરેજ ફર્મ Action Financial Servicesથી રોકાણકારો ખુબ નારાજ છે. કંપની લિસ્ટેડ છે પરંતુ સર્વિસને લઈ ઘણા વિવાદો ઉભા થયા છે. નારાજ રોકાણકારો સેબી સુધી પહોંચ્યા છે તો કંપનીએ પણ કારોબાર સમેટી લેવા પ્રક્રિયા શરૂ કરી દીધી છે. Facebook પર તમામ […]


Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પોતાના બ્રોકરોથી નાખુશ થવુ રોકાણકારો માટે કોઈ નવી વાત નથી. બ્રોકરેજ ફર્મથી વિવાદ મામલે એક વધુ નવો કેસ સામે આવ્યો છે. એક્શન ફાઈનાન્શિયલ સર્વિસિઝ (Action Financial Services) નામની એક બ્રોકર ફર્મથી રોકાણકાર પરેશાન છે. રોકાણકારોએ માર્કેટ રેગુલેટર Securities and Exchange Board of India -SEBIમાં ફરીયાદ પણ કરી છે. આ બ્રોકિંગ ફર્મ શેર બજારમાં લિસ્ટેડ છે. પરંતુ સપ્ટેમ્બર મહીનાથી ફર્મે રોકાણકારોને ના તો પૈસા આપ્યા છે અને ના શેર આપ્યા છે. કંપનીએ રોકાણકારોને કહ્યુ છે કે તેના પૈસા માર્કેટમાં ફસાઈ ગયા છે. એક્શન ફાઈનાન્શિયલ સર્વિસિઝે 1 એપ્રિલથી ડિસ્કાઉંટ બ્રોકરેજ સમાપ્ત કરી દીધી છે.
સૂત્રો અનુસાર કંપનીએ એક મહીના પહેલા પોતાનો કારોબાર સમેટવાની તૈયારી કરી લીધી હતી. બ્રોકરેજ ફર્મે 18 સપ્ટેમ્બરના સ્ટૉક એક્સચેન્જમાં જાણકારી આપી હતી કે BSE અને NSE ટર્મિનલને બંધ કરી દેવામાં આવશે. રોકાણકારોએ જ્યારે માર્કેટ રેગુલેટર સેબીની ફરીયાદ કરી છે તો સેબીએ સ્ટૉક એક્સચેન્જથી ફૉરેન્સિક ઑડિટ કરવાનો નિર્દેશ રજુ કરી દીધો છે. આ પગલાંથી સ્થિતિ અને વલણ સ્પષ્ટ થશે. પ્રારંભે 3-4 કરોડ રૂપિયાની સિક્યોરિટી શૉર્ટેજનુ અનુમાન લગાવાઈ રહ્યું છે. કંપનીના CMD મિલન પારેખનું કહેવુ છે કે બિઝનેસમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીના CFO એ ઓગસ્ટમાં જ તેનું રાજીનામુ આપી દીધુ હતુ. એક ઈંડિપેંડેટ ડાયરેક્ટરે પણ હાલમાં જ કંપની છોડી દીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
