શેર બજારની રેકોર્ડ ઉચાઈ પર પહોચવાનો લાભ નેશનલ પેંન્શન સિસ્ટમમાં રોકાણ કરતા રોકાણકારોને મળ્યો છે. એનપીએસએ આ વર્ષે રોકાણકારોને ડબલ ડિજિટ રીટર્ન આપ્યો છે. એનપીએસએ આ વર્ષે સરેરાશ 13.20 ટકા વળતર આપ્યું છે. આમાં એચડીએફસી પેન્શન મેનેજમેન્ટના ટિયર -1 ખાતામાં 14.87% વળતર આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, નાણાકીય નિષ્ણાતો કહે છે કે નિવૃત્તિનાં આયોજન માટે એનપીએસ એક વધુ સારું રોકાણ માટેનું વિકલ્પ છે. શેરબજાર સાથે જોડાયેલા હોવાથી રોકાણકારોને એફડી અને તેમાંના અન્ય રોકાણ માધ્યમો કરતા વધારે વળતર મળવાની ખાતરી છે. જો કે, તે પણ શક્ય છે કે જ્યારે બજારમાં ઘટાડો થશે ત્યારે વળતર ઓછું આવશે પરંતુ લાંબા ગાળે તે વધુ સારું પ્રદર્શન કરશે. સરકાર દ્વારા સંચાલિત એનપીએસ યોજનાના ટાયર -1 ખાતામાં રોકાણ વધીને રૂ .14,421 કરોડ થઈ ગયું છે.
એફડી કરતા વધારે રિટર્ન નાણાકીય નિષ્ણાતો કહે છે કે એનપીએસ એક સારો રોકાણ વિકલ્પ છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમારા નાણાંમાં વૃદ્ધિની વધુ તક મળે છે. એનપીએસમાં રોકાણ કરનારાઓને સરેરાશ 10 ટકાથી વધુનું વળતર મળી શકે છે. એફડી કરતાં આ વધુ સારું છે કારણ કે એફડી પરનું વ્યાજ છ ટકાથી નીચે આવ્યું છે.
મળે છે બે વિકલ્પો પ્રથમ વિકલ્પ એકિટવ મોડ છે. આ અંતર્ગત, રોકાણકાર દર વર્ષે તેમના વળતરનું મૂલ્યાંકન કરીને ઇક્વિટી અને ડેટના વિકલ્પોમાં ફેરફાર કરી શકે છે. ત્યાંજ ઓટો મોડનો વિકલ્પ પસંદ કરવાથી રોકાણકારોના રૂપયાને આઠ ફંડ મેનેજર હૈંડલ કરે છે અને બાજાર અનુસાર ઇકિવટી અને ડેટમાં બદલાવ કરતા રહે છે.
પ્રી-મેચ્યોર ઉપાડની સુવિધા એનપીએસ હેઠળ, પ્રી-મેચ્યોર ઉપાડ અમુક ખાસ સંજોગોમાં કરી શકાય છે.