7th Pay commission: સરકારી કર્મચારીઓને DAનું એરિયર્સ મળશે, જાણો પગાર વધારાની ગણતરીની રીત

7મા પગાર પંચ હેઠળ DAમાં વધારો બેઝિક પગારના આધારે કરવામાં આવે છે. DA વધારાથી કેન્દ્ર સરકારના 47 લાખથી વધુ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે.

7th Pay commission: સરકારી કર્મચારીઓને DAનું એરિયર્સ મળશે, જાણો પગાર વધારાની ગણતરીની રીત
7th Pay Commission
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 6:49 AM

દિવાળી પહેલા કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને વધુ એક ભેટ આપવા જઈ રહી છે. કેન્દ્રીય કર્મચારીઓને  પગારમાં ડીએ એરિયર પણ મળશે. તાજેતરમાં જ મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરીને 31 ટકા કર્યો છે. નાણા મંત્રાલયે 1 જુલાઈ, 2021 થી વધેલા DA વધારો પણ લાગુ કરી દીધો છે. તે સ્પષ્ટ છે કે ઓક્ટોબરમાં કેન્દ્રીય કર્મચારીઓને પણ કુલ 4 મહિનાનું DAનું એરિયર્સ મળશે. આનાથી તેમને આ મહિને પગાર વધારો મળશે.

વધેલા DAની ગણતરી 7મા પગાર પંચ હેઠળ DAમાં વધારો બેઝિક પગારના આધારે કરવામાં આવે છે. DA વધારાથી કેન્દ્ર સરકારના 47 લાખથી વધુ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. સરકારે કહ્યું કે DA અને મોંઘવારી રાહત (DR)ને કારણે સરકારી તિજોરી પર ખર્ચમાં વાર્ષિક રૂ 9,488.70 કરોડનો વધારો થશે. ચાલો આપણે બે અલગ અલગ પગારના આધારે ડીએમાં વધારો સમજીએ.

બેઝિક સેલેરી રૂ 56,900 પર DA

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
  •  જો કોઈ કર્મચારીનો બેઝિક સેલેરી રૂ 56,900 છે, તો 31 ટકાના દરે રૂ 17639 પ્રતિ માસ મોંઘવારી ભથ્થું મળશે. અત્યાર સુધી ૨૮ ટકાના ડરે 15932 મળતા હતા. સરળ શબ્દોમાં કહીએ તો ડીએમાં 1,707 દર મહિને વધારો થશે.
  •  આ આધારે પગારમાં કુલ રૂ. 20,484 નો વધારો પ્રતિ વર્ષ થશે. જો ઓક્ટોબરમાં 3 મહિનાનું એરિયર મળે તો રૂ 52,917 પણ આવશે. જો ઑક્ટોબર મહિનાની બાકી રકમને જોડવામાં આવે તો 4 મહિના માટે 70,556 આવશે.

બેઝિક સેલેરી રૂ 18000 પર DA

  •  જો તમારો બેઝિક રૂ 18000 છે તો તમને 28%ના દરે 5030 રૂપિયામાં DA મળી રહ્યો છે. તેમાં 3 ટકાનો વધારો થયો છે. હવે તમને 31 ટકાના દરે DA મળશે.
  •  હવે 31 ટકાના દરે તમને 5,580 રૂપિયા ડીએ તરીકે મળશે, એટલે કે જો કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તો ડીએમાં 540 રૂપિયાનો વધારો થશે. હવે ત્રણ મહિનાના ડીએ એરિયર્સ તરીકે વધારાના રૂ. 1,620 પગારમાં આવશે.

બીજી વખત મોંઘવારી ભથ્થામાં વધારો કેન્દ્ર સરકારે જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થાનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કર્યો હતો. હવે બીજી વખત સરકારે 3 ટકાના વધારા સાથે ડીએનો દર વધારીને 31 ટકા કર્યો છે. DA એ કર્મચારીના બેઝિક સેલેરીનો એક નિશ્ચિત ભાગ છે. દેશમાં મોંઘવારીનો પ્રભાવ ઓછો કરવા માટે સરકાર પોતાના કર્મચારીઓને ડીએ આપે છે. સમયાંતરે તેમાં વધારો કરવામાં આવે છે. પેન્શનરોને આ લાભ મોંઘવારી રાહત તરીકે મળે છે.

આ પણ વાંચો :  આ સરકારી કંપનીએ પોતાના કર્મચારીઓ માટે કરી દિવાળી બોનસની જાહેરાત, દરેક કર્મચારીને મળશે 28,000 રૂપિયા, પગાર પણ વધ્યો

આ પણ વાંચો : તહેવારોમાં પૈસાની જરૂર છે પરંતુ ખાતામાં ઝીરો બેલેન્સ છે! તો પણ બેંકમાંથી ઉપાડી શકશો પૈસા, જાણો કેવી રીતે?

g clip-path="url(#clip0_868_265)">