તહેવારોમાં પૈસાની જરૂર છે પરંતુ ખાતામાં ઝીરો બેલેન્સ છે! તો પણ બેંકમાંથી ઉપાડી શકશો પૈસા, જાણો કેવી રીતે?
ઓવરડ્રાફ્ટ એક પ્રકારની ઇન્સ્ટન્ટ લોન છે. આના પર તમારે વ્યાજ પણ ચૂકવવું પડશે. પ્રોસેસિંગ ફી પણ ભરવાની રહેશે. જેમ કે ICICI બેંક ઇન્સ્ટા ફ્લેક્સી કેશ સુવિધા આપે છે અને ગ્રાહકો તેને ઓનલાઈન એક્ટિવેટ કરી શકે છે.
તહેવારોની સિઝન ચાલી રહી છે અને આ દરમિયાન લોકોને પૈસાની જરૂર હોય છે. ખાસ કરીને નોકરીયાત લોકો માટે જેમનો માસિક પગાર પૂરો થઇ જાય છે. આ સ્થિતિમાં લોકો તેમના પરિચિતો પાસેથી ઉધાર લે છે પરંતુ જો નોકરી કરતા લોકો ઇચ્છે તો તેમને આવું કરવાની જરૂર નથી. તેઓ બેંકમાંથી ઓવરડ્રાફ્ટ સુવિધા દ્વારા નાણાંની જરૂરિયાતને પણ પૂરી કરી શકે છે.
સેલેરી ઓવરડ્રાફ્ટ શું છે? દર મહિને પગાર તમારા બેંક ખાતામાં આવે છે પછી તમે બેંક ખાતામાંથી ચેક કરી શકો છો કે તમે ઓવરડ્રાફ્ટ માટે પાત્ર છો કે નહીં. જો તમે બેંકના નિયમો અનુસાર ઓવરડ્રાફ્ટ લેવા માટે લાયક છો તો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. સેલેરી ઓવરડ્રાફ્ટ એ એક પ્રકારની ક્રેડિટ છે જે તમે તમારા સેલેરી એકાઉન્ટ પર મેળવો છો. જ્યારે પણ તમને પૈસાની જરૂર હોય ત્યારે તમે ઝીરો બેલેન્સ પર પણ સેલરી એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો.
ઓવરડ્રાફ્ટ એક પ્રકારની ઇન્સ્ટન્ટ લોન છે. આના પર તમારે વ્યાજ પણ ચૂકવવું પડશે. પ્રોસેસિંગ ફી પણ ભરવાની રહેશે. જેમ કે ICICI બેંક ઇન્સ્ટા ફ્લેક્સી કેશ સુવિધા આપે છે અને ગ્રાહકો તેને ઓનલાઈન એક્ટિવેટ કરી શકે છે. આ સુવિધા હેઠળ ગ્રાહકો તેમના પગારથી ત્રણ ગણો ઓવરડ્રાફ્ટ લઈ શકે છે. ગ્રાહકો 48 કલાકની અંદર ઓવરડ્રાફ્ટનો ઉપયોગ કરી શકે છે.
ઓવરડ્રાફ્ટ સુવિધા કોને મળશે? ઓવરડ્રાફ્ટની આ સુવિધા તમામ બેંક ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી. બેંક ગ્રાહક અને કંપનીની ક્રેડિટ પ્રોફાઇલ જોયા પછી જ ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. જો તમને ઓવરડ્રાફ્ટની સુવિધા જોઈતી હોય તો તમારે કસ્ટમર કેર સાથે વાત કરવી પડશે.
જાણો તેના ફાયદા પગાર ઓવરડ્રાફ્ટની સુવિધા ખૂબ જ ઉપયોગી છે જ્યારે અચાનક ખર્ચ આવે અથવા કોઈપણ EMI અથવા SIP આપવાની હોય. જો ચેક આપ્યો હોય પરંતુ ખાતામાં ઓછા પૈસા છે, તો ચેક બાઉન્સ થઈ શકે છે, તો આ ઓવરડ્રાફ્ટ સુવિધા મદદ કરે છે.
આ સુવિધા માટે દર મહિને 1 થી 3 ટકા વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે વાર્ષિક 12 થી 30 ટકા વ્યાજ ચૂકવવું પડશે. ક્રેડિટ કાર્ડની જેમ આ સુવિધા પણ વધુ વ્યાજ વસુલે છે.
આ પણ વાંચો : Diesel Doorstep Delivery : હવે ગુજરાતમાં ઘરે બેઠા મળશે 20 લીટર ડીઝલ, દેશની સૌથી મોટી ઓઇલ કંપનીએ શરૂ કરી સર્વિસ