આ સરકારી કંપનીએ પોતાના કર્મચારીઓ માટે કરી દિવાળી બોનસની જાહેરાત, દરેક કર્મચારીને મળશે 28,000 રૂપિયા, પગાર પણ વધ્યો
Manganese Ore India Limited (MOIL)એ દિવાળી 2021 પહેલા 28 હજાર રૂપિયાના બમ્પર બોનસની જાહેરાત કરી છે. આ ઉપરાંત સેલેરી રીવીઝન પણ કરવામાં આવી છે. 5800 કર્મચારીઓને તેનો લાભ મળશે.
Diwali 2021 પહેલા, જાહેર ક્ષેત્રની કંપની મેંગેનીઝ ઓર ઈન્ડિયા લિમિટેડ (MOIL)એ તેના કર્મચારીઓ માટે બમ્પર બોનસની જાહેરાત કરી છે. કંપની તેના દરેક કર્મચારીઓને 28,000 રૂપિયાનું તગડું બોનસ આપશે. આ સાથે કંપનીએ વેતન સુધારણાનો પણ નિર્ણય લીધો છે. આ માહિતી કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહે આપી હતી. સિંઘે મહારાષ્ટ્રના નાગપુરમાં કંપનીના બીજા વર્ટિકલ શાફ્ટ, ચિકલા ખાણ અને અન્ય વિવિધ સંસ્થાઓના ઉદ્ઘાટન સમયે તેમના સંબોધનમાં આ જાહેરાત કરી હતી.
તેમણે કંપનીના તમામ કર્મચારીઓ માટે 28,000 રૂપિયાના પ્રોડક્શન લિંક્ડ બોનસની જાહેરાત કરી, જે આ દિવાળી પહેલા ચૂકવવામાં આવશે. કંપની દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું હતું કે પગારમાં સુધારો 10 વર્ષ માટે કરવામાં આવ્યો છે. તે 1 ઓગસ્ટ, 2018થી 31 જુલાઈ, 2027 સુધી અમલમાં રહેશે અને આનાથી કંપનીના લગભગ 5,800 કર્મચારીઓને ફાયદો થશે.
હવે મોંઘવારી ભથ્થું 31 ટકા
દિવાળી પહેલા કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની પણ જાહેરાત કરી છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3 ટકાના વધારાની જાહેરાત કરી હતી. હવે તેમને 28ને બદલે 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે. નવું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2021થી લાગુ થશે.
મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી લાગુ થશે
આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લગભગ 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. આ વર્ષે જુલાઈમાં ડીએ રેટ 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો હતો. હવે ત્રણ ટકાના વધારા સાથે ડીએનો દર વધીને 31 ટકા થઈ ગયો છે.
કોરોનાકાળ દરમિયાન ડીએ દોઢ વર્ષ માટે ફ્રીઝ કરવામાં આવ્યું હતું
જણાવી દઈએ કે કોરોનાને કારણે 1 જાન્યુઆરી, 2020થી 30 જૂન, 2021 સુધીના સમયગાળા માટે મોંઘવારી ભથ્થું ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોંઘવારી ભથ્થું 17 ટકા નક્કી કરવામાં આવ્યું હતું. જુલાઈમાં સરકારે એક સાથે ત્રણ હપ્તા ઉમેરીને 11 ટકાના વધારાની જાહેરાત કરી હતી. જો કે, સરકારે ડીએમાં રેટ્રોસ્પેક્ટીવ રીતે વધારો કર્યો હતો, એટલે કે અગાઉના હપ્તાઓ સિવાય તે પછીના હપ્તાઓમાં વધારો લાગુ કરવામાં આવ્યો હતો. પેન્શનરો અને કર્મચારીઓને જુલાઈ 2021માં 3 ટકાના વધારાનું એરિયર્સ મળશે.
આ પણ વાંચો : કોરોનાકાળમાં સાઈબર સિક્યોરિટી પર વધ્યું કંપનીઓનું ફોકસ, આગામી વર્ષે બજેટ વધારવા પર વિચાર કરી રહી છે કંપનીઓ