7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , સપ્ટેમ્બરથી પગાર વધારો મળશે , સરકારે મંજૂરીની મહોર લગાવી

કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness relief) માં દરમાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારસુધી તે 17 ટકા હતો જે વધીને 28 ટકા થયો છે.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર ,  સપ્ટેમ્બરથી પગાર વધારો મળશે , સરકારે મંજૂરીની મહોર લગાવી
7th Pay Commission
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 7:42 AM

7th Pay Commission Latest News: 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો છેલ્લા દોઢ વર્ષથી રાહ જોતા હતા તે ખુશખબર આખરે તેમના માટે આવી ચુકી છે. નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 જુલાઇથી વધારા સાથે 28 ટકા મોંઘવારી ભથ્થું (Dearness Allowance) આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયને લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે.

કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness relief) માં દરમાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારસુધી તે 17 ટકા હતો જે વધીને 28 ટકા થયો છે. નાણાં મંત્રાલય અંતર્ગતના વ્યય વિભાગના ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઇથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવશે.

18 મહિનાથી DA-DR મળ્યા નથી કોવિડ -19 ને કારણે કેન્દ્રએ 1 જાન્યુઆરી 2020 થી DA અને DRની ચુકવણી અટકાવી દીધી હતી. આને કારણે 1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021 સુધી 18 મહિનાના DA-DR કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવ્યા નથી. જો કે 1 જાન્યુઆરી 2020 પહેલાંના દરે DA-DR ચૂકવવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે દર 6 મહિનામાં DA વધારવામાં આવે છે. કેન્દ્રએ જાન્યુઆરી 2020 માં DAમાં 4%, જૂન 2020 માં 3% અને જાન્યુઆરી 2021 માં 4% વધારો કર્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

60 લાખ પેન્શનરોને DRનો લાભ મળશે કેબિનેટના નિર્ણયથી કેન્દ્ર સરકારના આશરે 60 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે કારણ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના DA લાભો સાથે તેમની મોંઘવારી રાહત (DR) લાભ પણ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે લગભગ 1.14 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડી.એ. અને ડી.આર. જાન્યુઆરી 2020 થી જૂન 2021 ના ​​સમયગાળા માટે આપવામાં આવશે નહીં.

HRA માં 27% કરવામાં આવ્યું DA વધારાની જાહેરાત બાદ કેન્દ્ર સરકારે HRA પણ વધારીને 27 ટકા કર્યો છે. હકીકતમાં વ્યય વિભાગે જુલાઇ 2017 ના રોજ એક આદેશ જારી કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાને પાર કરશે ત્યારે HRAમાં સુધારો કરવામાં આવશે. 1 જુલાઇથી મોંઘવારી ભથ્થું વધીને 28 ટકા થઈ ગયું છે જેના કારણે HRAમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">