7th Pay Commission: EMI માં વધારાની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે કર્મચારીઓને આપી આ ભેટ, હવે લોનના વ્યાજની ચિંતા હળવી થશે

|

Aug 06, 2022 | 7:18 AM

ભલે આરબીઆઈ લોન મોંઘી કરી રહી હોય પરંતુ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022-23માં તેના કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસિંગ બિલ્ડીંગ એડવાન્સ( Housing Building Advance) પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

7th Pay Commission: EMI માં વધારાની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે કર્મચારીઓને આપી આ ભેટ, હવે લોનના વ્યાજની ચિંતા હળવી થશે
7th Pay Commision

Follow us on

એક તરફ આરબીઆઈએ રેપો રેટ(Repo Rate)માં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો વધારો કરીને હોમ લોન(Home Loan) મોંઘી થવાનું નિશ્ચિત કરી દીધું છે. RBIના આ નિર્ણય બાદ બેંકોથી લઈને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હોમ લોન મોંઘી કરી શકે છે જેના કારણે EMI વધવાનું નિશ્ચિત છે. આ સામે કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Government Employees) એ મોંઘી લોનની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે 7th Pay Commision હેઠળ સરકાર તેમને સસ્તી હોમ લોનનો લાભ આપી રહી છે જેની મદદથી તેઓ સસ્તી લોન લઈને ઘરનું પોતાનું સપનું પૂરું કરી શકે છે.

ભલે આરબીઆઈ લોન મોંઘી કરી રહી હોય પરંતુ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022-23માં તેના કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસિંગ બિલ્ડીંગ એડવાન્સ( Housing Building Advance) પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. શહેરી વિકાસ મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષ માટે હાઉસિંગ બિલ્ડીંગ એડવાન્સ (HBA) પર વ્યાજ દર ઘટાડીને 7.1 ટકા કર્યો છે. જ્યારે RBIના રેપો રેટમાં વધારો કર્યા બાદ હોમ લોન પર વ્યાજ દર 8.50 થી વધીને 9 ટકા થવા જઈ રહ્યા છે.

7.1% પર હાઉસિંગ બિલ્ડીંગ એડવાન્સ

કેન્દ્ર સરકાર 10 વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ (રિટર્ન)ના આધારે હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજ દર નક્કી કરે છે. 2021-22માં કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજ દર 7.9 ટકા હતું. હવે હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સ ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓ હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સ લઈને તેમનું મકાન બનાવી શકે છે અથવા પછી તેઓ પોતાના માટે ફ્લેટ પણ ખરીદી શકે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

25 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે

7મા પગાર પંચ અને હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સ 2017ના નિયમોની ભલામણો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ મકાન બનાવવા અથવા ખરીદવા માટે 34 મહિનાનો બેઝિક પગાર અથવા વધુમાં વધુ 25 લાખ રૂપિયા એડવાન્સ તરીકે લઈ શકે છે. હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સ સાદા વ્યાજ દરે ઉપલબ્ધ છે. હાઉસિંગ બિલ્ડીંગ એડવાન્સ રૂલ્સ મુજબ પ્રથમ 15 વર્ષમાં લોનની મુદ્દલ 180 EMIમાં ચૂકવવાની હોય છે. ત્યારબાદ લોન પરનું વ્યાજ પાંચ વર્ષમાં 60 EMIમાં ચૂકવવાનું હોય છે. હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સ પણ લઈ શકાય છે. બેંકમાંથી લીધેલી લોનની ચુકવણી કરી શકે છે.

Published On - 7:18 am, Sat, 6 August 22

Next Article