5G Spectrum: ટેલિકોમ કંપનીઓ માટે ચૂકવણીની તારીખ લંબાવાઈ, હવે આ છે છેલ્લી તારીખ

|

Aug 12, 2022 | 6:27 AM

ટેલિકોમ વિભાગે (Telecom Department) 5G સ્પેક્ટ્રમની હરાજીમાં સફળ બિડર્સ માટે ચુકવણીની તારીખ 17 ઓગસ્ટ સુધી લંબાવી છે. 16 ઓગસ્ટે મુંબઈ અને મહારાષ્ટ્ર (Maharashtra) સર્કલમાં બેંક હોલીડે હોવાને કારણે નિયત તારીખ એક દિવસ લંબાવવામાં આવી છે.

5G Spectrum: ટેલિકોમ કંપનીઓ માટે ચૂકવણીની તારીખ લંબાવાઈ, હવે આ છે છેલ્લી તારીખ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ટેલિકોમ્યુનિકેશન વિભાગે (Telecommunication Department) તાજેતરમાં પૂર્ણ થયેલ 5G સ્પેક્ટ્રમ હરાજીમાં સફળ બિડર્સ માટે ચુકવણીની તારીખ 17 ઓગસ્ટ સુધી લંબાવી છે. એક સત્તાવાર આદેશ અનુસાર, 16 ઓગસ્ટે મુંબઈ અને મહારાષ્ટ્ર સર્કલમાં બેંક હોલિડે હોવાને કારણે, નિયત તારીખ એક દિવસ લંબાવવામાં આવી છે. 5જી સ્પેક્ટ્રમની હરાજી 1 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી જેમાં રિલાયન્સ જિયો, અદાણી ડેટા નેટવર્ક્સ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ સ્પેક્ટ્રમ મેળવ્યું હતું.

તારીખ કેમ લંબાવવામાં આવી?

દૂરસંચાર વિભાગે 10 ઓગસ્ટે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે ડિમાન્ડ નોટ્સના સંદર્ભમાં 16 ઓગસ્ટ, 2022ના રોજ મુંબઈ અને મહારાષ્ટ્રમાં બેંક રજા હોવાથી, સક્ષમ અધિકારીએ ચુકવણીની નિયત તારીખ 16 ઓગસ્ટ 2022થી લંબાવીને 17 ઓગસ્ટ 2022 કરવાનો નિર્ણય લીધો છે.

દેશમાં ટેલિકોમ સ્પેક્ટ્રમની અત્યાર સુધીની સૌથી મોટી હરાજીમાં રૂ. 1.5 લાખ કરોડની બિડ આવી છે. રિલાયન્સ જિયોએ રૂ. 88,078 કરોડની બિડ સાથે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં વેચાયેલા કુલ સ્પેક્ટ્રમમાંથી લગભગ અડધો ભાગ કબજે કર્યો છે. અદાણી ગ્રુપનો એક ભાગ અદાણી એન્ટરપ્રાઇઝે રૂ. 212 કરોડમાં 400 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યો છે. આ વેચાણ કુલ સ્પેક્ટ્રમના એક ટકા કરતા પણ ઓછું છે. જૂથે તે બેન્ડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યું છે જેનો ઉપયોગ જાહેર ટેલિફોન સેવા માટે થતો નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

20 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવણી કરવાનો વિકલ્પ

ટેલિકોમ કંપની સુનિલ ભારતી મિત્તલની ભારતી એરટેલે રૂ. 43,084 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે, જ્યારે વોડાફોન આઇડિયાએ રૂ. 18,799 કરોડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. સ્પેક્ટ્રમ હસ્તગત કરનારાઓ પાસે 20 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવણી કરવા ઉપરાંત સમગ્ર રકમ અગાઉથી ચૂકવવાનો પણ વિકલ્પ હોય છે.

જો તમામ સફળ બિડર્સ હપ્તામાં ચૂકવણી કરવાનું પસંદ કરે છે, તો સરકારને નિયત તારીખે રૂ. 13,412.58 કરોડ મળશે. આમાં રિલાયન્સ જિયોએ 7,864.78 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. અદાણી ડેટા નેટવર્ક્સે રૂ. 18.94 કરોડ, ભારતી એરટેલે રૂ. 3,848.88 કરોડ અને વોડાફોન આઇડિયાએ રૂ. 1,679.98 કરોડ ચૂકવવા પડશે.

ટેલિકોમ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે સોમવારે કહ્યું હતું કે લગભગ એક મહિનામાં દેશમાં 5G સેવાઓ શરૂ થઈ શકે છે. ચૌહાણે એશિયા અને ઓશેનિયા ક્ષેત્ર માટે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના પ્રાદેશિક માનકીકરણ ફોરમ (RSF) ના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતી વખતે આ આશા વ્યક્ત કરી હતી.

Next Article