હવે પડશે મોંઘવારીનો માર, આ કંપની ટૂંક સમયમાં 5G પ્લાન મોંઘા કરશે!
ટેલિકોમ ક્ષેત્રે એક મોટી કંપની ટૂંક સમયમાં પોતાના પ્લાનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ખાસ કરીને 5G સર્વિસ માટે અલગથી પ્રીમિયમ પ્લાન રજૂ થવાના સંકેત મળી રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થઈ શકે છે.

વોડાફોન આઈડિયા (Vi) રિચાર્જ પ્લાન ટૂંક સમયમાં મોંઘા થઈ શકે છે. કંપની પ્રીમિયમ સેગમેન્ટમાં 5G પ્લાન લાવી શકે છે, જેના કારણે રિચાર્જ પ્લાનમાં વધારો થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, કઈ કંપનીનો 5G પ્લાન હાલમાં સૌથી સસ્તો છે અને ‘VI’ના 5G પ્લાન માટે કેટલા પૈસા ચૂકવવા પડશે?
યુઝર્સની અપેક્ષાઓ પર પાણી
વોડાફોન આઈડિયાએ થોડા સમય પહેલા તેની 5G સર્વિસ શરૂ કરવાનું શરૂ કર્યું છે અને હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, VIના રિચાર્જ પ્લાન ટૂંક સમયમાં મોંઘા થઈ શકે છે. ટેરિફ વધારાથી સિમ કાર્ડ યુઝર્સને ભારે અસર થશે, ખાસ કરીને જેઓ સસ્તા ભાવે 5G પ્લાનની અપેક્ષા રાખીને બેસ્યા છે.
રિલાયન્સ જિયો અને એરટેલની જેમ હવે VI પણ 5G પ્લાનને પ્રીમિયમ સેગમેન્ટમાં રાખી શકે છે, તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારે ઝડપી ઇન્ટરનેટ સ્પીડવાળા 5G પ્લાન માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. વોડાફોન આઈડિયાની 5G સર્વિસ હાલમાં ફક્ત થોડા શહેરોમાં જ ઉપલબ્ધ છે પરંતુ કંપની ઓગસ્ટ 2025 સુધીમાં પ્રાયોરિટી સર્કલમાં 5G સર્વિસ શરૂ કરવાનો પ્લાનિંગ કરી રહી છે.
Vi 5G પ્લાન: કિંમત શું છે?
હાલમાં, વોડાફોન આઈડિયાનો સૌથી સસ્તો 5G પ્લાન 299 રૂપિયાથી શરૂ થાય છે. જો રિપોર્ટ સાચા નીકળે છે અને કંપની કિંમતોમાં વધારો કરે છે, તો તમારે 5G પ્લાન માટે 299 રૂપિયા કે તેથી વધુનો ખર્ચ સહન કરવો પડી શકે છે.
કઈ કંપનીનો 5G પ્લાન સૌથી સસ્તો છે?
રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો 5G પ્લાન 198 રૂપિયા (14 દિવસની વેલિડિટી)થી શરૂ થાય છે, જ્યારે એરટેલના સૌથી સસ્તા 5G પ્લાન માટે પ્રીપેડ યુઝર્સે 379 રૂપિયા (28 દિવસની વેલિડિટી) ખર્ચવા પડી શકે છે.
જો આપણે 28 દિવસની વેલિડિટીવાળા Jioના સૌથી સસ્તા 5G પ્લાન વિશે વાત કરીએ તો, ગ્રાહકોએ તેના માટે 349 રૂપિયા ખર્ચવા પડશે. જો ડેટાને બાજુ પર રાખીને વિચારીએ તો, કિંમત અને 28 દિવસની વેલિડિટીની દ્રષ્ટિએ વોડાફોન આઈડિયા પાસે હાલમાં સૌથી સસ્તો પ્લાન છે, જેની કિંમત 299 રૂપિયા છે. VI પ્લાન ક્યારે મોંઘા થઈ શકે છે તેની માહિતી હજુ સુધી રિપોર્ટમાં આપવામાં આવી નથી.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો