Budget 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ મકાનો બનાવવામાં આવશે: નાણામંત્રી
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આજે 1 ફેબ્રુઆરી 2024એ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રથમ વખત વચગાળાનું બજેટ રજૂ કર્યુ છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વચગાળાના બજેટમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ મકાનો બનાવવામાં આવશે.

3 કરોડ મકાનો બન્યા, 2 કરોડ વધુ બનાવવાના છે
સરકાર મધ્યમ વર્ગ માટે વિશેષ આવાસ યોજના લાવશે, ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટી અને ચાલમાં રહેતા લોકો માટે એક યોજના હશે. નાણામંત્રીએ કહ્યું છે કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ રૂ.3 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે કરોડ મકાનો બનાવવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. નાણામંત્રીએ 20 મિનિટ સુધી કેન્દ્ર સરકારની યોજનાઓની ગણતરી કરી અને ભારતના વિકાસની ગતિ અંગે ચર્ચા કરી. નિર્મલાએ કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે.
સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણું કામ કર્યું છે: નિર્મલા સીતારમણ
આ સિવાય નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણું કામ કર્યું છે. અમારી સરકારે મહિલાઓ માટે ઘણું કામ કર્યું છે. ટ્રિપલ તલાક ગેરકાયદેસર સાબિત થયો. સીતારમણે કહ્યું કે અમારી સરકાર જીડીપી પર પણ ઘણું કામ કરી રહી છે. અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન આપી રહ્યા છીએ. આપણી અર્થવ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલી રહી છે. લોકોની અપેક્ષાઓ ઘણી વધી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકાર રાજ્યોને વિકાસ માટે પણ મદદ કરશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે. 300 યુનિટ મફત વીજળી આપવાનું લક્ષ્ય છે.