વિશ્વના 100 ધનિકોએ તેમના ઉપર કર લાદવાની કરી રહ્યા છે માંગ, કારણ જાણી બોલી ઉઠશો સલામ બોસ
ધનિકોના ગ્રુપે જણાવ્યું હતું progressive tax જેમાં અબજોપતિઓ પર 10 ટકા વસૂલાતનો સમાવેશ થાય છે તે વર્ષે 3.62 ટ્રિલિયન ડોલર એકત્ર કરશે.
મોટાભાગના કરદાતાઓ ટેક્સ બચાવવા માટે વિવિધ બચત કરે છે પરંતુ વિશ્વના 100 થી વધુ અબજોપતિઓ(billionaire)એ પોતાના પર ટેક્સ લાદવા માટે અપીલ કરી છે.આ ધનિકોએ દેવાસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(World Economic Forum)ની ઓનલાઈન મીટિંગમાં ખુલ્લો પત્ર મોકલીને આ અપીલ કરી છે. તેમનું કહેવું છે કે અમીરો પર વેલ્થ ટેક્સ લાદવાથી 2.5 ટ્રિલિયન ડોલર મળશે. તે વિશ્વના દરેકને રસી આપી શકે છે અને 2.3 અબજ લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકે છે.
વિશ્વના 102 સૌથી અમીર લોકોએ આ પત્રમાં લખ્યું છે કે વર્તમાન ટેક્સ સિસ્ટમ યોગ્ય નથી. પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, જર્મની, યુનાઇટેડ કિંગડમ, ડેનમાર્ક, નોર્વે, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને ઇરાનના ધનિક વર્ગનો સમાવેશ થાય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ઓક્સફેમે(Oxfam) અહેવાલ આપ્યો હતો કે કોરોના રોગચાળા (Covid-19 pandemic) દરમિયાન વિશ્વના 10 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિ બે વર્ષમાં બમણી થઈને 1.5 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન અસમાનતા અને ગરીબીમાં વધારો થયો છે.
3.6 અબજ લોકો સુધી લાભ પહોંચાડવાનો પ્રયાસ
પત્ર પર હસ્તાક્ષર કરનાર ઉમરાવો કહે છે કે રસીકરણ અને ગરીબી નાબૂદીની સાથે શ્રીમંત લોકો પરના કર દ્વારા એકત્ર કરાયેલ નાણાં, ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં 3.6 અબજ લોકોને સાર્વત્રિક આરોગ્ય સંભાળ અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવામાં સક્ષમ બનાવશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રોગ્રેસિવ ટેક્સ લગાવીને વાર્ષિક 3.6 ટ્રિલિયન ડોલર એકત્ર કરી શકાય તેમ છે. જેમાં અમીરો પર 10 ટકા વસૂલાતનો સમાવેશ થાય છે. ટેક્સના દર દરેક દેશમાં અલગ-અલગ હશે. દાવોસમાં વિશ્વભરના નેતાઓ અને બિઝનેસ લીડર્સની વર્ચ્યુઅલ મીટિંગ થઈ રહી છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે વ્યક્તિગત સમિટ મોકૂફ રાખવામાં આવી હતી.
progressive tax
ધનિકોના ગ્રુપે જણાવ્યું હતું progressive tax જેમાં અબજોપતિઓ પર 10 ટકા વસૂલાતનો સમાવેશ થાય છે તે વર્ષે 3.62 ટ્રિલિયન ડોલર એકત્ર કરશે. કરવેરાના વાસ્તવિક સ્તરો દેશ-વિશિષ્ટ હશે. ફાઇટ ઇઇક્વાલિટી એલાયન્સના વૈશ્વિક કન્વીનર જેન્ની રિક્સે જણાવ્યું કે જૂથે ઓછા progressive taxની પસંદગી કરી જે વાસ્તવિક સ્થિતિ અનુરૂપ હતી.
આ પણ વાંચો : તમારા દ્વારા કચરામાં ફેંકાતા વાળનો કરોડો રૂપિયાનો કારોબાર થાય છે, જાણો વાળના વેપારની રસપ્રદ માહિતી અહેવાલ દ્વારા
આ પણ વાંચો : LIC IPO : દેશના સૌથી મોટા IPO ના શેર મેળવવા તમને મળશે વિશેષ પ્રાધાન્ય પણ પહેલા નિપટાવવું પડશે આ કામ