AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી લાગુ થયેલા આ ફેરફાર તમારા ખિસ્સા પર સીધી અસર કરશે, વાંચો વિગતવાર માહિતી

આજે 1 ડિસેમ્બરથી નિયમમાં ફેરફાર લાગુ પડી રહ્યા છે. આજે વર્ષના છેલ્લા મહિનાનો પહેલો દિવસ છે.  દર મહિનાની જેમ ડિસેમ્બરના પહેલા દિવસે ઘણા મોટા ફેરફારો જોવા મળશે જેની અસર તમારા ખિસ્સા પર જોવા મળશે.

આજથી લાગુ થયેલા આ ફેરફાર તમારા ખિસ્સા પર સીધી અસર કરશે, વાંચો વિગતવાર માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2023 | 7:21 AM
Share

આજે 1 ડિસેમ્બરથી નિયમમાં ફેરફાર લાગુ પડી રહ્યા છે. આજે વર્ષના છેલ્લા મહિનાનો પહેલો દિવસ છે.  દર મહિનાની જેમ ડિસેમ્બરના પહેલા દિવસે ઘણા મોટા ફેરફારો જોવા મળશે જેની અસર તમારા ખિસ્સા પર જોવા મળશે. આજે એલપીજીની કિંમત, આધાર કાર્ડ અને સિમ વેચવાના નિયમો સહિત ઘણા મોટા ફેરફારો લાગુ થઈરહ્યા છે.

એલપીજીના ભાવમાં વધારો

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીની કિંમતમાં ફેરફાર કરે છે. આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો છે. આ પહેલા પહેલી નવેમ્બરે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.

UPI ID બંધ થઈ જશે

તાજેતરમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તમામ પેમેન્ટ એપને સૂચનાઓ આપી છે. આ મુજબ જેનું UPI-ID છેલ્લા એક વર્ષથી નિષ્ક્રિય છે તે બંધ થઈ જશે.

ગ્રાહકો માટે રાહતના સમાચાર

કેન્દ્રીય બેંકે ગ્રાહકો માટે મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જો કોઈ પણ બેંક ગ્રાહકે લોનની સંપૂર્ણ રકમ ચૂકવ્યા પછી ગેરંટીના બદલામાં રાખેલા દસ્તાવેજો સમયસર પરત નહીં કરે તો તેને દર મહિને 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.

સિમ વેચવાના નિયમોમાં ફેરફાર

આજથી સિમ વેચતા તમામ ડીલરોએ સિમ વેચવા માટે વેરિફિકેશન અને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આમ કરવામાં નિષ્ફળતા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. નકલી સિમ કાર્ડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના ઉદ્દેશ્યથી સરકારે આ નિર્ણય લીધો છે.

આધાર નિઃશુલ્ક અપડેટ કરો

જે લોકોએ છેલ્લા 10 વર્ષથી તેમનું આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તેઓ 14મી ડિસેમ્બર સુધી તેમના આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરી શકશે. આ પછી તમારે આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે.

એચડીએફસી ક્રેડિટ કાર્ડ

HDFC બેંકે તેના Regalia ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ લોન્જ એક્સિસ પ્રોગ્રામમાં ફેરફારો કર્યા છે. નવા નિયમ મુજબ ફ્રી લાઉન્જ એક્સેસ સુવિધા માટે દર ત્રણ મહિને 1 લાખ રૂપિયાની ક્રેડિટનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો તમે આ સુવિધાનો લાભ મેળવી શકશો નહીં.

આ પણ વાંચો : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અચ્છે દિન શરૂ, આ સરકારી કંપનીએ એક વર્ષમાં આપ્યું 72 ટકાથી વધારે રિટર્ન 

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">