IPL 2022 Mega Auction: 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ પર લાગશે બોલી, જાણો મેગા ઓક્શનની 5 મોટી વાતો

IPL 2022 Mega Auction માં ભાગ લેનારા ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. મેગા ઓક્શનમાં 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે.

IPL 2022 Mega Auction: 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ પર લાગશે બોલી, જાણો મેગા ઓક્શનની 5 મોટી વાતો
IPL 2022 Mega Auction ના પાંચ પોઇન્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 6:39 PM

IPL (IPL 2022) વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ, જ્યાં ખેલાડીઓને ઘણો પગાર મળે છે. જ્યાં દુનિયાભરના ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવે છે. આ ટૂર્નામેન્ટની નવી સિઝનનું રણશિંગુ ફુંકાઇ ચુક્યુ છે. IPL 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માટે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ વખતે IPLની મહાબોલીમાં વિશ્વભરમાંથી કુલ 590 ખેલાડીઓ ભાગ લેવાના છે. આ ખેલાડીઓમાં 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ પણ આ લીગમાં રમવા માંગે છે.

જો આઈપીએલ મેગા ઓક્શનમાં વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો મોટાભાગના ઓસ્ટ્રેલિયન આ લીગમાં રમવા માંગે છે. મેગા ઓક્શન માટે ઓસ્ટ્રેલિયાના 47 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝ છે, જેના 34 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના 33, ઈંગ્લેન્ડના 24, શ્રીલંકાના 23 અને અફઘાનિસ્તાનના 17 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

બાંગ્લાદેશ અને આયર્લેન્ડના 5-5 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. દરમિયાન નામિબિયાના 3 અને સ્કોટલેન્ડના 2 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ઝિમ્બાબ્વે, નેપાળ અને અમેરિકાના 1-1 ખેલાડીઓને હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ચાલો તમને IPL મેગા ઓક્શન વિશે 5 મોટી વાતો જણાવીએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

IPL 2022 ના સૌથી વૃદ્ધ અને સૌથી યુવા ખેલાડી કોણ છે?

ઇમરાન તાહિર IPL મેગા ઓક્શનમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનશે. દક્ષિણ આફ્રિકાનો આ લેગ સ્પિનર ​​42 વર્ષનો થઈ ગયો છે. આ સાથે જ સૌથી યુવા ખેલાડી અફઘાનિસ્તાનના નૂર અહેમદ છે. નૂર અહેમદ ચાઈનામેન બોલર છે અને તેણે અંડર 19 વર્લ્ડ કપમાં કુલ 6 વિકેટ ઝડપી છે.

શ્રીસંત IPL 2022ની હરાજીમાં ભાગ લેશે

પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંતની પણ IPL મેગા ઓક્શન માટે પસંદગી કરવામાં આવી છે. 2013માં સ્પોટ ફિક્સિંગ કેસમાં શ્રીસંત પર 7 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેણે વર્ષ 2020માં પુનરાગમન કર્યું હતું. શ્રીસંતે આઈપીએલમાં 44 મેચમાં 40 વિકેટ ઝડપી છે.

IPL 2022 માં બેબી એબીની એન્ટ્રી

દક્ષિણ આફ્રિકાના અંડર-19 સ્ટાર અને એબી ડી વિલિયર્સની જેમ બેટિંગ કરનાર ડેવાલ્ડ બ્રેવિસને પણ IPL 2022 મેગા ઓક્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. Dewald ની મૂળ કિંમત માત્ર 20 લાખ છે. એવું માનવામાં આવે છે કે RCB બ્રેવિસને ખરીદી શકે છે. બ્રેવિસે તાજેતરમાં અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. દેવાલ્ડના બેટએ 5 મેચમાં 73થી વધુની એવરેજથી 368 રન બનાવ્યા, જેમાં એક સદી અને 3 અડધી સદી સામેલ છે.

ડ્વેન બ્રાવોએ ઈતિહાસ રચી દીધો

ડ્વેન બ્રાવો ફરી એકવાર IPLની હરાજીમાં જોવા મળશે. તે પ્રથમ વિદેશી ખેલાડી છે જે IPLની 15મી સિઝનમાં સામેલ થઈ રહ્યો છે. તેના પહેલા એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેલ અને શોન માર્શ પણ 2008 થી 2021 સુધી IPLની દરેક સીઝનનો ભાગ હતા પરંતુ આ વખતે આ ત્રણેય ખેલાડીઓ ત્યાં નથી.

29 કરોડ ખેલાડીઓ ગાયબ

ગયા વર્ષે 15 કરોડમાં વેચાયેલી કાયલ જેમસને IPL 2022માં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ સિવાય 14 કરોડમાં વેચાયેલ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન પણ IPL 2022ની હરાજીમાં ભાગ લઈ રહ્યો નથી.

આ પણ વાંચોઃ IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા 5 બોલરો, આ 2 ભારતીય બોલર પણ યાદીમાં

આ પણ વાંચોઃ PSL 2022: પુષ્પા વોક ડાન્સ ફિવર હવે પાકિસ્તાન અને અફઘાનીસ્તાનના ખેલાડીઓ પર સવાર, વાયરલ થયો Video

g clip-path="url(#clip0_868_265)">