દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણામંત્રી તરીકે તેમનું પાંચમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આજની તારીખ 1 ફેબ્રુઆરી એ દિવસ છે કે જયારે નાણામંત્રી દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરે છે. આ બજેટ જણાવશે કે કેન્દ્ર સરકાર 2023-24 ના નાણાકીય વર્ષ માટે ક્યાંથી કમાણી કરશે અને ક્યાં ખર્ચ કરશે. આ ઉપરાંત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રો માટે શું જાહેરાત કરવામાં આવશે તેના પર પણ લોકોની નજર રહેશે. પરંતુ બજેટમાં એક રસપ્રદ તથ્ય એ પણ છે કે નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં ઘણાં શબ્દોનો વારંવાર ઉપયોગ કરે છે. અમે છેલ્લા 4 બજેટનો હિસાબ બહાર કાઢ્યો છે જેમાં તમે જાણી શકશો કે છેલ્લા 4 બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કયા શબ્દોનો ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો છે.
છેલ્લા 4 બજેટ ભાષણોનું રસપ્રદ વિશ્લેષણ
| વર્ષ |
ભાષણનો સમય |
| 2022 |
1:30 કલાક |
| 2021 |
1:40 કલાક |
| 2020 |
2:41 કલાક |
| 2019 |
2:17 કલાક |
2022 માં બજેટ ભાષણમાં સૌથી વધુ પુનરાવર્તિત શબ્દ
| શબ્દ |
કેટલી વાર પુનરાવર્તન થયું |
| ડિજિટલ |
35 |
| વિકાસ |
33 |
| ઈન્ફ્રાસ્ટ્રક્ચર |
27 |
2021 માં બજેટ ભાષણમાં સૌથી વધુ પુનરાવર્તિત શબ્દ
| શબ્દ |
કેટલી વાર પુનરાવર્તન થયું |
| ઈન્ફ્રાસ્ટ્રક્ચર |
57 |
| આરોગ્ય |
31 |
| વિકાસ |
28 |
2020 માં બજેટ ભાષણમાં સૌથી વધુ પુનરાવર્તિત શબ્દ
| શબ્દ |
કેટલી વાર પુનરાવર્તન થયું |
| વિકાસ |
48 |
| ઈન્ફ્રાસ્ટ્રક્ચર |
33 |
| શિક્ષણ |
25 |
| આવાસ |
24 |
2019 માં બજેટ ભાષણમાં સૌથી વધુ પુનરાવર્તિત શબ્દ
| શબ્દ |
કેટલી વાર પુનરાવર્તન થયું |
| રોકાણ |
35 |
| ઇલેક્ટ્રોનિક |
22 |
| ટેક્નોલીજી |
18 |
બજેટ 2023 કેવી રીતે અને ક્યાં Live જોવા મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ સવારે 11 વાગ્યાથી શરૂ થશે. તમે તેને સંસદ ટીવી અને દૂરદર્શન પર લાઈવ જોઈ શકશો. આ સાથે તેનું લાઈવ ટેલિકાસ્ટ તેમની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકાશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તેના ઓનલાઇન પ્લેટફોર્મ પર બજેટ 2023નું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરશે. તમે YouTube પર બજેટ 2023નું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો. સરકારના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર બજેટનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાય છે.
બજેટ દસ્તાવેજોની PDF અહીંથી મળશે
તમે યુનિયન બજેટ મોબાઈલ એપની મુલાકાત લઈને બજેટ દસ્તાવેજો જોઈ શકો છો. આ એપ બે ભાષાઓમાં છે અને અંગ્રેજી અને હિન્દી ભાષા દ્વારા તમે બજેટ સંબંધિત તમામ વિગતો મેળવી શકો છો. તે Android અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપ સામાન્ય બજેટના વેબ પોર્ટલ www.indiabudget.gov.in પર જઈને પણ ડાઉનલોડ કરી શકાય છે.