Corporate Budget 2021 : કોર્પોરેટ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ્સને રાહત આપીને અર્થવ્યવસ્થાને રાહત આપશે નિર્મલા સિતારમણ?

Corporate Budget 2021: સપ્ટેમ્બર 2019માં નિર્મલા સિતારમણે કોર્પોરેટ ઇન્ડિયાને ટેક્સમાં રાહત આપી હતી. સ્ટાર્ટઅપ્સ માટે 3 વર્ષનો ટેક્સ હોલિડે છે, જો કે એમી માંગ છે કે સરકારે સમય મર્યાદા વધારવી જોઈએ.

Corporate Budget 2021 : કોર્પોરેટ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ્સને રાહત આપીને અર્થવ્યવસ્થાને રાહત આપશે નિર્મલા સિતારમણ?
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 22, 2021 | 8:43 PM

કોરોના મહામારીને કારણે દરેક વર્ગના લોકો અને દરેક સેક્ટરની કંપનીઓ ( Corporate India expectations) પ્રભાવિત થઈ છે. આમાં મલ્ટિનેશનલ કંપનીઓ, ડોમેસ્ટિક કંપનીઓ અને MSME સામેલ છે. જો કે ઘણા સેક્ટરોએ જલ્દીથી નુકસાનને રિકવર કર્યું છે પણ મોટા ભાગના સેક્ટરની સ્થિતિ ખરાબ છે. સરકાર તરફથી અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા અને કોર્પોરેટ જગતને રાહત આપવા ઘણા પગલાં લેવામાં આવ્યાં છે. આમ છતાં 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં કોર્પોરેટ ઈન્ડિયાને ઘણી આશાઓ છે.

કોરોનાકાળમાં સરકારે અર્થવ્યવસ્થામાં સુધારા માટે રીફોર્મ બિલ રજૂ કર્યા. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુધારા માટે પ્રોડક્ટ લિન્કડ ઈન્સેન્ટીવ સ્કીમ શરૂ કરવામાં આવી અને ખાસ કરીને MSMEsને રાહત માટે પેકેજમાં ઘણી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી. જો કે આ રાહત ઉપાયોની હજી સુધી વ્યાપક પ્રમાણમાં અસર દેખાઈ નથી. પાછલા બજેટમાં પણ કોર્પોરેટ ક્ષેત્ર માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી હતી. આ બજેટમાં કોર્પોરેટ ઈન્ડિયાને નાણાપ્રધાન નિર્મલા સિતારમણ પાસે કઈ કઈ અપેક્ષાઓ છે, આ અંગે થોડી બાબતો સમજવાનો પ્રયત્ન કરીએ. કોર્પોરેટ ઈન્ડિયાને બજેટ અંગે એટલા માટે આશાઓ બંધાઈ છે કે નાણાપ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું છે કે આ બજેટ NEVER BEFORE હશે. આ ઉપરાંત તેમણે આશ્વાસન આપતા અવારનવાર કહ્યું છે કે સરકાર પાસે હજી પણ ઘણા વિકલ્પો છે અને જરૂર પડવાના સમયે વિકલ્પોનો ઉપયોગ પણ કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

2019માં કોર્પોરેટ ટેક્સમાં કાપ મૂકવામાં આવ્યો હતો

કોરોના પહેલાં જ ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી દેખાઈ રહી હતી. ગ્રોથ રેટ વારંવાર નીચે જઈ રહ્યો હતો, જેના કારણે સપ્ટેમ્બર 2019માં નાણાપ્રધાન નિર્મલા સિતારમણે અચાનક કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. મૂળ કોર્પોરેટ ટેક્સને 35%થી ઘટાડી 25% કરવામાં આવ્યો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નવા મેન્યુફેક્ચરિંગ માટે ટેક્સ 25%થી ઘટાડીને 15% કરવામાં આવ્યો હતો. કોર્પોરેટમાં રાહતની આશા તો નથી પણ એમની માંગણી છે કે સરકાર મૂળ કોર્પોરેટ ટેક્સમાં કોઈ વધારો ન કરે. સરચાર્જમાં વધારાની શક્યતા એટલા માટે છે કેમ કે સરકારની કમાણી ઘટી રહી છે.

નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ડેડલાઈન વધારવાની માંગ

નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ટેક્સમાં શરતો સાથે રાહત આપવામાં આવી હતી. આ શરત એ હતી કે કંપનીની સેટઅપ 1 ઓકટોબર બાદ થયું હોવું જોઈએ અને પ્રોડક્શનનું કામ 31 માર્ચ પહેલાં શરૂ થઈ ગયું હોવું જોઈએ. કોરોનાના કારણે 9થી 10 મહિના માટે પ્રોડક્શન કામ બંધ રહ્યું હતું. આવામાં નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ઈન્ફ્રાસ્ટ્રકચરના સેટઅપ માટે સરકારે નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ પરના ટેક્સમાં રાહતની સમયસીમા વધારવી જોઈએ. આવામાં સરકાર આ બજેટમાં શું આ ડેડલાઈન વધારીને 31 માર્ચ 2024 કરશે કે નહીં એના પર કોર્પોરેટ ક્ષેત્રની નજર છે.

મેન્યુફેક્ચરિંગ ટર્મ અંગે યોગ્ય માર્ગદર્શન

મેન્યુફેક્ચરિંગ ટર્મ અંગે હજી પણ આવકવેરા વિભાગ અને કંપનીઓ વચ્ચે લડાઈ શરૂ છે. આવામાં કોર્પોરેટ ક્ષેત્રને સરકાર પાસે એ આશા છે કે આ બજેટમાં સરકાર મેન્યુફેક્ચરિંગ ટર્મ અંગે યોગ્ય માર્ગદર્શન જાહેર કરે. આ કારણે વિવાદ ઓછા થશે, નિષ્ણાંતોનું કહેવું છે કે સરકારનો હેતુ યોજનાઓ દ્વારા અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો, રોકાણકારોને આકર્ષિત કરવાનો અને રોજગારી વધારવાનો છે. આવામાં જો મેન્યુફેક્ચરિંગ ટર્મની વિવિધતાઓનો વિસ્તાર કરવામાં આવે તો વધુ પ્રમાણમાં કંપનીઓ તેનો લાભ લઈ શકશે અને આ અર્થવ્યવસ્થા માટે સંજીવનીનું કામ કરશે.

મેડ ઈન ઈન્ડિયાનો વપરાશ વધારવા પર ભાર

આર્થિક નિષ્ણાંતો મેડ ઈન ઈન્ડિયાનો વપરાશ વધારવા પર ભાર મૂકી રહ્યાં છે. આવામાં જો સરકાર પ્રવાસ કરવા, ઈલેક્ટ્રોનિક ખરીદવા, ભારતમાં પ્રવાસ અને રોકાણ કરવા, વાહનો ખરીદવા, મેડ ઈન ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર ખર્ચ કરવામાં ટેક્સમાં છૂટ આપે તો કરદાતાઓ માટે આ મોટી રાહત થશે અને મેડ ઈન ઈન્ડિયાના વપરાશમાં વૃદ્ધી આવશે. આ રીતે મેક ઈન ઈન્ડિયાને પણ ટેકો મળશે.

સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સ હોલિડેની ડેડલાઈન વધારવામાં આવશે?

ભારતમાં સ્ટાર્ટઅપ્સ ઝડપથી ખુલી રહ્યાં છે અને સમગ્ર વિશ્વમાંથી રોકાણકારો અહી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા આવી રહ્યાં છે. રોજગારની દૃષ્ટિએ સ્ટાર્ટઅપ્સનું મોટું યોગદાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM NARENDRA MODI)એ એકવાર પોતાના સંબોધનમાં કહ્યું હતું કે યુવાનો એ નોકરી શોધવાની જગ્યાએ નોકરી આપવા પર ફોકસ કરવો જોઈએ અને એ દિશામાં તેઓ પોતાની જિંદગી અને કારકિર્દીને આગળ વધારે. સ્ટાર્ટઅપ્સ ઈન્ડિયા પ્રોજેક્ટમાં વડાપ્રધાન મોદીને અંગત રસ છે. આવામાં ઈન્ડિયન સ્ટાર્ટઅપ્સ પાસેથી સરકારને ઘણી આશા છે. હાલમાં સ્ટાર્ટઅપ્સને 1 એપ્રિલ 2021 સુધી ત્રણ વર્ષ માટે ટેક્સ હોલિડે મળ્યો છે. કોરોનાને કારણે સ્ટાર્ટઅપ્સમાં પણ ગત મહિનાઓમાં કંઈ થઈ શક્યું નથી. આવામાં સરકારે સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સ હોલિડેની ડેડલાઈન વધારવી જરૂરી છે.

આ પણ વાંચો: Budget 2021: બજેટમાં રોજગાર સર્જન પર મૂકવો પડશે ભાર, અર્થતંત્રને વેગ આપવામાં કરશે મદદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">