Budget 2024 : મધ્યમ વર્ગને પણ મોટી ગિફટ મળી છે, પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનોની જાહેરાત
આજે નીર્મલા સીતારમણ મોદી સરકારનું 3.0નું બજેટ રજુ કર્યું હતુ. નાણામંત્રીએ બજેટ રજુ કરતા કહ્યુ કે, ભારતના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા મુશ્કેલ સમયમાં પણ ચમકી રહી છે.
આજે નીર્મલા સીતારમણ મોદી સરકારનું 3.0નું બજેટ રજુ કર્યું હતુ. નાણામંત્રીએ બજેટ રજુ કરતા કહ્યુ કે, ભારતના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા મુશ્કેલ સમયમાં પણ ચમકી રહી છે.આજે નીર્મલા સીતારમણે મધ્યમવર્ગને પણ મોટી ભેટ આપી છે.પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.પીએમ આવાસ યોજના હેઠળ સબસિડી મળે છે.
PM આવાસ યોજના શું છે?
આજે બજેટમાં નીર્મલા સીતારમણે પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનોની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ કે PM આવાસ યોજના શું છે? અને આ અંતર્ગત ઘર બનાવવા માટે સરકાર પાસેથી આર્થિક મદદ કોણ લઈ શકે? અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે?
PM આવાસ યોજનાનો લાભ કોને મળે છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના એક સરકારી યોજના છે જે લોકોને પોતાનું ઘર બનાવવામાં મદદ કરે છે. લગભગ 2.5 લાખ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)નો લાભ માત્ર ગરીબોને જ મળે છે, પરંતુ હવે શહેરી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગને પણ તેના દાયરામાં લાવવામાં આવ્યા છે.આવક પર આધારિત ઘણી કેટેગરી છે અને તે કેટેગરીના આધારે લોન પણ આપવામાં આવે છે. શરૂઆતમાં PMAY હેઠળ હોમ લોનની રકમ 3 થી 6 લાખ રૂપિયા હતી અને તેના પર સબસિડી મળતી હતી, પરંતુ તેને વધારીને 18 લાખ રૂપિયા કરવામાં આવી છે.
નબળા વર્ગને યોજનાનો મળશે લાભ
તમને જણાવી દઈએ કે, માત્ર આર્થિક રીતે નબળા વર્ગના એવા લોકોને જ આ યોજનાનો લાભ મળે છે,જેમની કમાણી 3 લાખ રૂપિયાથી વધુ નથી. લોઅર ઇન્કમ ગ્રૂપ અથવા LIGમાં એવા લોકોને લાભ મળશે જેમની આવક રૂપિયા 3 લાખથી 6 લાખની વચ્ચે છે. મધ્યમ આવક જૂથ અથવા MIG 6 લાખથી 18 લાખ રૂપિયાની કમાણી ધરાવતા લોકોને PM આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ આ યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.
પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી ?
પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંન્ને રીતે અરજી કરી શકો છો.તમે ઓનલાઈન અરજી ઓફિશિયલ વેબસાઇટ http://pmaymis.gov.in પર કરી શકો છો.તમારા ઘરના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જાઓ અને ત્યાંથી ફોર્મ ભરી શકો છો. આ કેન્દ્રો સરકારી એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવે છે.
.