Budget 2022 : જાણો બજેટ સત્રનું આજનું શિડ્યુલ અને અગત્યની માહિતી 

|

Feb 01, 2022 | 7:38 AM

બજેટ સવારે 11 વાગ્યે રજૂ થવાની ધારણા છે બજેટનો સમયગાળો 90 થી 120 મિનિટનો હોઈ શકે છે.

Budget 2022 : જાણો બજેટ સત્રનું આજનું શિડ્યુલ અને અગત્યની માહિતી 
બજેટ સત્રના પહેલા દિવસે (31 જાન્યુઆરી) એ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કર્યો હતો

Follow us on

કેન્દ્રીય બજેટ(Budget 2022-23)નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરી 2022ના રોજ નાણાકીય વર્ષ 2022-23 (FY23) માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. નાણાપ્રધાન આ વખતના બજેટમાં શું જાહેરાત કરે છે તેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે નાણામંત્રી ટેબલેટ લઈને સંસદ પહોંચ્યા હતા અને પહેલીવાર પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. આ વખતે પણ તે પેપરલેસ બજેટ રજૂ કરશે. કોરોના મહામારી વચ્ચે રજૂ થનારું આ બીજું કેન્દ્રીય બજેટ છે.

11 વાગ્યે રજૂ થશે

બજેટ સવારે 11 વાગ્યે રજૂ થવાની ધારણા છે બજેટનો સમયગાળો 90 થી 120 મિનિટનો હોઈ શકે છે. જો કે, વર્ષ 2020 માં, સીતારમણે ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું જે લગભગ 160 મિનિટ સુધી ચાલ્યું.

બજેટ સત્રનું આજનું શિડ્યુલ અને અગત્યની માહિતી

  • આજે 1 ફેબ્રુઆરીએ વર્ષ 2022-23 માટેનું સામાન્ય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં રજૂ કરશે અને તેની નકલ રાજ્યસભાના ટેબલ પર મૂકવામાં આવશે.
  • નાણામંત્રી આજે 1 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 11:30 વાગ્યે બજેટ રજૂ કરશે.
  • 2 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ગૃહ સાંજે 4.00 થી 9.00 વાગ્યા સુધી બેસવાનું છે.
  • બજેટ સત્રના પ્રથમ ભાગમાં 11 ફેબ્રુઆરી સુધી 10 બેઠકો યોજાશે જ્યારે બીજા ભાગમાં 14 માર્ચથી 8 એપ્રિલની વચ્ચે 19 બેઠકો યોજાશે.
  • સત્રના પ્રથમ ભાગ દરમિયાન સભ્યોને લોકસભા ચેમ્બર અને તેની ગેલેરીઓ (પ્રેસ ગેલેરી સિવાય) અને રાજ્ય સભા ચેમ્બર અને તેની ગેલેરીઓ (પ્રેસ ગેલેરી સિવાય) માં સમાવવામાં આવશે.
  • સમગ્ર બજેટ સત્ર દરમિયાન કુલ 29 બેઠકો યોજાશે જેના માટે સાડા નવ કલાકનો સમય આપવામાં આવશે.
  • આ સમયગાળામાં સરકાર તેના કાયદાકીય કાર્યસૂચિને રજૂ કરશે અને  જાહેર મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે

નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું

બજેટ સત્રના પહેલા દિવસે (31 જાન્યુઆરી) એ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કર્યો હતો . રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2021-22 માટે વિકાસ દર 9.2 ટકા રહેશે. દરમિયાન નાણાકીય વર્ષ 2022-23 માટે 8 ટકાથી 8.5 ટકા વૃદ્ધિ દરનો અંદાજ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :  ચાલુ નાણાકીય વર્ષમાં અંકુશમાં રહી છૂટક મોંઘવારી, સપ્લાયને લઈને વધુ સારૂ સંચાલન અને ઈંધણ ડ્યુટીમાં ઘટાડો કારણ: આર્થિક સર્વે

 

આ પણ વાંચો : Budget Session: સર્વપક્ષીય બેઠકમાં મોટો નિર્ણય, બજેટ પર 12 કલાક અને રાષ્ટ્રપતિના સંબોધન પર 12 કલાક થશે ચર્ચા

Next Article